1. Home
  2. ગુજરાતી
  3. ISIS ના નાપાક ઈરાદાઓનો પર્દાફાશ – બાળકો અને મહિલાઓનો આતંકવાદ ફેલાવામાં પાકિસ્તાન કરી રહ્યું છે ઉપયોગ
ISIS ના નાપાક ઈરાદાઓનો પર્દાફાશ – બાળકો અને મહિલાઓનો આતંકવાદ ફેલાવામાં પાકિસ્તાન કરી રહ્યું છે ઉપયોગ

ISIS ના નાપાક ઈરાદાઓનો પર્દાફાશ – બાળકો અને મહિલાઓનો આતંકવાદ ફેલાવામાં પાકિસ્તાન કરી રહ્યું છે ઉપયોગ

0
Social Share
  • isis નો મોટો પર્દાફાશ
  • આતંકવાદ માટે મહિલાઓ અને બાળકોનો કરી રહ્યા છે ઉપયોગ

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકવાદનો ફેલાવો આઈએસઆઈ દ્રારા થઈ રહ્યો છે અહીના સ્થાનિકોનો તેઓ આતંકવાદમાં ઉપયોગ કરીને પોતાની નાપાક હરકતોને અંજામ આપી રહ્યા છએ ત્યારે આ બબાતે વધુુ એક આતંકી સંગઠનનો પર્દાફાશ થયો છે ,જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને ઝડપી વિકાસથી નારાજ પાકિસ્તાને આતંક ફેલાવવા માટે બાળકો અને મહિલાઓને આતંકવાદી નેટવર્ક સાથે જોડી દીધા છે તેવું તપાસમાં બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ અને આતંકવાદી જૂથો તેનો ઉપયોગ આતંકવાદીઓને સંદેશા અને હથિયારો મોકલવા માટે કરી રહ્યા છે. કેટલાક કેસમાં સેનાએ શકમંદોની ધરપકડ કરીને પાકિસ્તાનના આ ખતરનાક ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.

આતંકવાદીઓ પોતાની જાતને પરંપરાગત સંચાર સાધનોથી દૂર રાખે છે. લેફ્ટનન્ટ જનરલ ઔજલાએ કહ્યું કે આતંકવાદી જૂથનો ઉભરતો વલણ પોતે જ એક મોટો ખતરો છે. ISI અને તનઝીમ નેતાઓ હવે સંદેશાવ્યવહાર માટે ઓછામાં ઓછા પરંપરાગત સંચાર સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે.આ સાથે જ આતંકવાદી જૂથોના ઘણા ઓવર ગ્રાઉન્ડ વર્કર્સને ઝડપી લેવામાં આવ્યા છે. તેથી, ગેંગસ્ટરોએ હવે ખાસ કરીને સંદેશ પહોંચાડવા માટે એક વિકલ્પ તરીકે મહિલાઓ અને કિશોરોને તેમના નેટવર્કમાં ઉમેરવાનું શરૂ કર્યું છે.

લેફ્ટનન્ટ જનરલ અમરદીપ સિંહ ઔજલાના જણાવ્યા અનુસાર, સેનાએ કેટલાક એવા મામલા શોધી કાઢ્યા છે જેમાં તે પ્રકાશમાં આવ્યું છે કે મહિલાઓ, છોકરીઓ અને કિશોરોને મેસેજ, ડ્રગ્સ અને ક્યારેક હથિયારો લઈ જવા માટે ભરતી કરવામાં આવી રહી છે. આ સાથે અમરદીપ સિંહ ઔજલાએ કહ્યું કે આ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIની નવી યુક્તિ છે. તેનો સામનો કરવા માટે અમે અન્ય એજન્સીઓ સાથે કામ કરી રહ્યા છીએ.

વિગત અનુસાર શ્રીનગર સ્થિત 15 કોર્પ્સ એટલે કે ચિનાર કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ અમરદીપસિંહ ઓજલાએ કહ્યું કે સુરક્ષા દળોને સતર્ક રહેવાની હવે સખ્ત જરુર છેનિયંત્રણ રેખા પાર બેઠેલા આતંકવાદીઓ હાલના શાંતિપૂર્ણ વાતાવરણને ખલેલ પહોંચાડવા કાવતરું ઘડવામાં વ્યસ્ત છે. જો કે સેનાએ કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્ર સાથે મળીને યુવાનોને કટ્ટરપંથીના માર્ગથી દૂર રાખવાની વ્યૂહરચના ઘડી છે,

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code