
ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને પાડોશી દેશે પણ વાંધો ઉઠાવ્યો , હવે નેપાળની રાજધાનીએ આ ફિલ્મ પર લગાવ્યો બેન
- ફિલ્મ આદિપુરુષને લઈને વિવાદ
- ફિલ્મના ડાયલોગ્સએ દર્શકોને કર્યા નારાઝ
મુંબઈઃ- તાજેતરમાં સાઉથ સુપર સ્ટાર અભિનેતા પ્રસાસ સ્ટારર ફિલ્મ આદિપુરુષ રિલીઝ કરવામાં આવી જો કે ફિલ્મે ભલે કરોોની કમાણી કરી લીધી હોય પરંતુ સિનેમાઘરોમાં દર્શકોએ આ ફિલ્મના ડાયલોગ્સને વખોળ્યા છે, રામાયણ સાથે મજાક કરી હોવાના આક્ષેપો લગાવ્યો છે,એટલી હવે વિવાદ વધ્યો હતો કે છેવટે ફિલ્મ નિર્માતાઓએ ડાયલોગ્સ બદલવાનો પણ નિર્ણય લીધો છે
ત્યારે હવે આ ફિલ્મને લઈને પાડોશી દેશ નેપાળે પણ નારાજગી દર્શાવી છે અને આ ફિલ્મને કાઠમંડુમાં રિલીઝ ન કરવાનો મહત્વનો નિર્મય લીધો છે, વિગત અનુસાર નેપાળની ની રાજધાની કાઠમંડુના મેયર બલેન શાહે શહેરમાં તમામ ભારતીય ફિલ્મોના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. આ સહીત નેપાળની રાજધાનીમાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈ પણ થિયેટરમાં ભારતમાં બનેલી ફિલ્મો પ્રદર્શિત ન થઈ શકે.
શહેરના મેયરે ‘આદિપુરુષ’ના ડાયલોગ ‘જાનકી ભારત કી બેટી હૈ’ પર નિરાશા વ્યક્ત કરી હતી અને દાવો કર્યો હતો કે સીતા માનો જન્મ નેપાળમાં થયો હતો.આ બાબતને લઈને તેમણે ફિલ્મ પર બેન મૂક્યો છે.
એક મીડિયાને મેયરે એમ પણ જણાવ્યું હતું કે શહેરના તમામ 17 સિનેમા હોલમાં કોઈપણ ભારતીય ફિલ્મ દર્શાવવા પર બેન રાખવામાં આવ્યો છે. તેમણે વિતેલા દિવસને રવિવારે એક નિવેદન ટ્વીટ કર્યું અને દાવો કર્યો કે “આદિપુરુષ” દ્નેરા નેપાળનું સાંસ્કૃતિક અતિક્રમણ થઈ રહ્યું છે. વધુમાં લ્ખયું હતું કે “જો ફિલ્મ જેવી છે તેમ બતાવવામાં આવશે, તો તે નેપાળના રાષ્ટ્રવાદ, સાંસ્કૃતિક એકતા અને ઓળખને અપુરતી નુકસાન પહોંચાડશે.”
ઉલ્લેખનીય છે કે આગદિપુરુષમાં સીતાના રોલમાં કૃતિ સનેને જોવા મળી છે તો રામનો રોલ પ્રભાસે નિભાવ્યો છએ રાવણના રોલમાં સેફઅલીખાન જોવા મળ્યો છે.જો કે ફિલ્મના ડા.લોગ્સ ખૂબ વિવાદમાં આવ્યા છે.
ઓમ રાઉતના નિર્દેશનમાં આ ફિલ્મ બની છે, જે ‘રામાયણ’થી પ્રેરિત છે. ફિલ્મમાં ભગવાન હનુમાનના પાત્રને ટપોરી ટાઇપનો ડાયલોગ ‘જલેગી તેરે બાપ કી’ બોલતા જોઈને દર્શકોમાં રોષ જોવા મળ્યો છે. અને ત્યાર બાદ નિર્માતાઓ એ ડાયલોગ્સ બદલવાનો પણ નિર્ણય કર્યો છે.