1. Home
  2. ગુજરાતી
  3. ગૂગલ ક્રોમમાં આવશે નવું ફિચર -ટેબ્સ 10 ટકા વધુ સ્પીડથી થશે ઓપન
ગૂગલ ક્રોમમાં આવશે નવું ફિચર -ટેબ્સ 10 ટકા વધુ સ્પીડથી થશે ઓપન

ગૂગલ ક્રોમમાં આવશે નવું ફિચર -ટેબ્સ 10 ટકા વધુ સ્પીડથી થશે ઓપન

0
Social Share
  • ગૂગલ ક્રોમમાં આવશે ન્યૂ ફિચર
  • ટેબ્સ ઓપન કરવામાં આવશે સ્પીડ

ગૂગલનું વેબ બ્રાઉઝર ક્રોમ સમગ્ર વિશ્વમાં ખુબ જાણીતું છે, અનેક  વસ્તુને શોધવાથી લઈને અનેક પ્રશ્નોના ઉકેલ આપણાને આ ગૂગલ ક્રોમ થકી મળી રહે છે, હવે કંપની આ ગૂગલ ક્રોમમી પ્રક્રિયાને વધુ ઝડપી બનાવાની દિશામાં આગળ વધી રહી છે, ગૂગલે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ગૂગલ ક્રોમમાં ફેરફાર કરવામાં આવશે આ નવા ફેરફારથી હવે ગૂગલ ક્રોમની સ્પીડ 10 ટકા હજુ વધશે, ક્રોમમાં લોડિંગ ટાઈમને સ્પીડને વધારવામાં આવશે।

ગૂગલના ક્રોમિયમ બ્લોગપોસ્ટ પ્રમાણે ક્રોમ ઉન ટેબ્સના રિસોર્સ યૂઝ કરશે જેના પર તમે થોડા સમય માટે કામ કરી રહ્યાં નથી. તેનો ઉપયોગ કરીને એક્ટિવ ટેબ્સને ફાસ્ટ બનાવશે, આ બાબતે ગૂગલ ક્રોમના એન્જિનિયરિંગ ડિરેક્ટરએ કહ્યું  કે, આ પ્રક્રિયા કરીને લોડિંગ ટાઇમમાં જ સુધારો જોવા મળી રહ્યો છે ફક્ત એટલું જ નહી પરંતુ બેટરી અને મેમોરીની બચત થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગૂગલ ક્રોમનું એક બીજુ રસપ્રદ ફિચર હાલ પરીક્ષણના તબક્કામાં છે. બીટા વર્ઝનમાં, કંપની ટેબ પ્રિવ્યૂનું પરીક્ષણ કરી રહી છે. તાજેતરમાં જ એપલે નવા macOS Big Surr ની સાથે સફારી બ્રાઉઝરમાં પણ આ સુવિધા આપી છે.

ટેબ પ્રિવ્યૂ ફિચર હેઠળ ક્રોમમાં ઓપન થયેલા ટેબ પર માઉસને હોવર કરીને તમે નાના વિંડોમાં તેનું પ્રિવ્યૂ જોઈને તમે અદાજો લવાગી શકો છો કે તે ટેબમાં શું છે

આ ફિચર તે યૂઝર્સને માટે ખુબ જ ફાયદા કારક હશે કે જે, આ તે વપરાશકર્તાઓ માટે ફાયદાકારક રહેશે કે જેઓ એક સાથે અનેક ટેબ ઓપન કરીને કામ કરતા હોય છે. આ મુજબ હવે ગૃપમે એક્સપેન્ડ અથવા કોલેપ્સ કરવામાં આવી શકે છે.જેનાથી તે દેખવું સરળ બનશે કે તમારે શું એક્સેસ કરવું છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code