1. Home
  2. ગુજરાતી
  3. નેટફ્લિક્સની એક વેબ સીરિઝ વિરુદ્વ ભાગેડુ મેહુલ ચોક્સીએ કોર્ટમાં કરી અરજી

નેટફ્લિક્સની એક વેબ સીરિઝ વિરુદ્વ ભાગેડુ મેહુલ ચોક્સીએ કોર્ટમાં કરી અરજી

0
Social Share
  • ભાગેડુ આર્થિક અપરાધી મેહુલ ચોક્સીએ દિલ્હી કોર્ટના દ્વાર ખખડાવ્યા
  • મેહુલ ચોક્સીએ નેટફ્લિક્સની એક સીરિઝ સામે વાંધો ઉઠાવ્યો
  • આ સીરિઝ લોન્ચ થયા પહેલા મને બતાવવામાં આવે: મેહુલ ચોક્સી

ભાગેડુ આર્થિક અપરાધી અને હીરાના વેપારી મેહુલ ચોક્સીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મેહુલ ચોક્સીએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. મેહુલ ચોક્સીએ નેટફ્લિક્સની એખ વેબ સીરિઝ સામે વાંધો ઉઠાવ્યો છે.

નેટફ્લિક્સની વેબ સીરિઝ ‘બેડ બોય બિલિયનેયર્સ’ સામે મેહુલ ચોક્સીએ અરજી કરીને વાંધો ઉઠાવ્યો છે. થોડીવારમાં દિલ્હી હાઇકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે.

ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીએ દિલ્હી હાઇકોર્ટમાં વેબ સીરિઝ સામે વાંધો ઉઠાવતી અરજી કરી છે. વકીલ વિજય અગ્રવાલે મેહુલ ચોક્સીના પક્ષમાં દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. મેહુલ ચોક્સીએ અરજીમાં દાવો કર્યો છે કે વેબ સીરિઝ લોન્ચ થતા પહેલા તેને બતાવવામાં આવે. જેના વળતા જવાબમાં નેટફ્લિક્સે કહ્યું કે સિરીઝમાં ચોક્સીનો રોલ માત્ર 2 મિનિટનો જ છે.

નોંધનીય છે કે, મેહુલ ચોક્સી મની લોન્ડરિંગ અને છેતરપિંડી કેસમાં આરોપી છે. તેમની સામે કેસ ચાલી રહ્યો છે. ઇડી દ્વારા તાજેતરમાં જ મેહુલ ચોક્સની અનેક સંપત્તિઓ ટાંચમાં લેવામાં આવી હતી.

(સંકેત)

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code