Site icon Revoi.in

સુરતથી જામનગર અને ભૂજ માટે 23 ઓગસ્ટથી નવી ફ્લાઈટ શરૂ થશે

Social Share

 સુરતઃ શહેરના એરપોર્ટ પરથી જામનગર અને ભૂજ માટેની નવી બે ફ્લાઈટ આગામી તા. 23મી ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. આ ફ્લાઈટ શરૂ થતાં ત્રણેય શહેરોના પ્રવાસીઓને વધુ સુવિધા મળશે. જામનગરથી સુરત જવા માટે સવારે 9:20 કલાકે જામનગરથી ટેકઓફ થશે અને સવારે 10:20 કલાકે સુરત પહોંચશે.જ્યારે સુરતથી ભુજ જવા માટે સવારે 10:45 કલાકે સુરતથી ટેકઓફ થશે અને સવારે 11:45 કલાકે ભુજ પહોંચશે. ભુજથી સુરત જવા માટે બપોરે 12:10 કલાકે ભુજથી ટેકઓફ થશે અને બપોરે 1:20 કલાકે સુરત પહોંચશે.તેમજ સુરતથી જામનગર જવા માટે બપોરે 1:35 કલાકે સુરતથી ટેકઓફ થશે અને બપોરે 2:25 કલાકે જામનગર પહોંચશે.

સુરતની હવાઈ સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે, કારણ કે સુરત એરપોર્ટ પરથી બે નવી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી રહી છે. આ ફ્લાઈટ્સ દ્વારા સુરત ગુજરાતના જ બે મહત્વપૂર્ણ શહેરો  જામનગર અને ભુજ સાથે સીધી કનેક્ટિવિટી મેળવશે. સ્ટાર એર દ્વારા સંચાલિત આ બંને ફ્લાઈટ્સ 23 ઓગસ્ટથી શરૂ થશે અને તે 50 મુસાફરોની ક્ષમતાવાળા પ્લેનમાં હશે.

એરપોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ જામનગરથી સુરત જવા માટે સવારે 9:20 કલાકે જામનગરથી ટેકઓફ થશે અને સવારે 10:20 કલાકે સુરત પહોંચશે.જ્યારે સુરતથી ભુજ જવા માટે સવારે 10:45 કલાકે સુરતથી ટેકઓફ થશે અને સવારે 11:45 કલાકે ભુજ પહોંચશે. ભુજથી સુરત જવા માટે બપોરે 12:10 કલાકે ભુજથી ટેકઓફ થશે અને બપોરે 1:20 કલાકે સુરત પહોંચશે.તેમજ સુરતથી જામનગર જવા માટે બપોરે 1:35 કલાકે સુરતથી ટેકઓફ થશે અને બપોરે 2:25 કલાકે જામનગર પહોંચશે. આ નવી ફ્લાઈટ્સથી સુરત, જામનગર અને ભુજ વચ્ચે મુસાફરી કરતા લોકોને ઘણી સગવડતા મળશે, અને તે વ્યાપાર અને પર્યટનને પણ વેગ આપશે. આ કનેક્ટિવિટી વધવાથી આ ત્રણેય શહેરોના આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે.