1. Home
  2. ગુજરાતી
  3. નવું ભારત આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાનું ભારત હોવું જોઈએ: PM
નવું ભારત આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાનું ભારત હોવું જોઈએ: PM

નવું ભારત આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાનું ભારત હોવું જોઈએ: PM

0
Social Share

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​આંધ્રપ્રદેશના ભીમાવરમમાં સુપ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની વર્ષભરની 125મી જન્મજયંતિની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આટલા સમૃદ્ધ વારસા સાથે આંધ્રપ્રદેશની મહાન ભૂમિને સલામ કરવાનો અવસર મેળવીને તેઓ સૌભાગ્યની લાગણી અનુભવી રહ્યા છે. તેમણે આઝાદી કા અમૃત મહોત્સવ, અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિ અને રામ્પા વિદ્રોહના 100 વર્ષ જેવા મુખ્ય કાર્યક્રમોના સંગમની નોંધ લીધી.

અલુરી સીતારામ રાજુ ગરુની 125મી જન્મજયંતિ અને રામપા ક્રાંતિની 100મી વર્ષગાંઠ આખા વર્ષ દરમિયાન ઉજવવામાં આવશે. પાંડરંગી ખાતે તેમના જન્મસ્થળનું પુનઃસ્થાપન, ચિંતપલ્લી પોલીસ સ્ટેશનનું નવીનીકરણ, મોગલ્લુ ખાતે અલુરી ધ્યાન મંદિરનું નિર્માણ, આ કાર્યો અમૃત મહોત્સવની ભાવનાના પ્રતિક છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, સ્વાતંત્ર્ય સંગ્રામ એ માત્ર અમુક વર્ષોનો, અમુક વિસ્તારોનો કે અમુક લોકોનો ઈતિહાસ નથી. આ ઈતિહાસ ભારતના ખૂણે ખૂણે ત્યાગ, મક્કમતા અને બલિદાનનો ઈતિહાસ છે. “આપણી સ્વતંત્રતા ચળવળનો ઈતિહાસ આપણી વિવિધતા, સંસ્કૃતિ અને એક રાષ્ટ્ર તરીકે આપણી એકતાની તાકાતનું પ્રતીક છે.” અલુરી સીતારામ રાજુને ભારતની સંસ્કૃતિ, આદિવાસી ઓળખ, શૌર્ય, આદર્શો અને મૂલ્યોનું પ્રતીક ગણાવ્યા હતા. સીતારામ રાજુ ગરુના જન્મથી લઈને તેમના બલિદાન સુધીની તેમની જીવનયાત્રા આપણા બધા માટે પ્રેરણારૂપ છે. તેમણે આદિવાસી સમાજના અધિકારો, તેમના સુખ-દુઃખ અને દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. “અલ્લુરી સીતારામ રાજુ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે જે દેશને એકતાના એક દોરામાં જોડે છે.”

તેમણે વધુમાં કહ્યું કે, નવા ભારતમાં નવી તકો, માર્ગો, વિચાર પ્રક્રિયાઓ અને શક્યતાઓ છે અને આપણા યુવાનો આ શક્યતાઓને સાકાર કરવાની જવાબદારી ઉપાડી રહ્યા છે. આપણા બધા દેશવાસીઓની જવાબદારી છે કે અમૃતકાળમાં આ લડવૈયાઓના સપનાને સાકાર કરીએ. આપણું નવું ભારત તેમના સપનાનું ભારત હોવું જોઈએ. એક ભારત – જેમાં ગરીબો, ખેડૂતો, મજૂરો, પછાત, આદિવાસીઓ બધા માટે સમાન તકો છે. છેલ્લાં 8 વર્ષો દરમિયાન, સરકારે દેશના આદિવાસી સમુદાયના કલ્યાણ માટે અવિરતપણે કામ કર્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code