1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારત ચિપ ટેકરમાંથી ચિપ મેકર બનવા માગે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ભારત ચિપ ટેકરમાંથી ચિપ મેકર બનવા માગે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ભારત ચિપ ટેકરમાંથી ચિપ મેકર બનવા માગે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

0
Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​ગાંધીનગરમાં ડિજિટલ ઇન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યું હતું, જેની થીમ ‘Catalyzing New India’s Techade’ છે. કાર્યક્રમ દરમિયાન, તેમણે ટેકનોલોજીની સુલભતા વધારવા, જીવનની સરળતા સુનિશ્ચિત કરવા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે સેવા વિતરણને સુવ્યવસ્થિત કરવાના હેતુથી બહુવિધ ડિજિટલ પહેલ પણ શરૂ કરી હતી. તેમણે ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ (C2S) પ્રોગ્રામ હેઠળ સહાયિત થનારી 30 સંસ્થાઓના પ્રથમ સમૂહની પણ જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, ભારત ચિપ ટેકરમાંથી ચિપ મેકર બનવા માગે છે. સેમિકન્ડક્ટરનું ઉત્પાદન વધારવા માટે ભારતમાં રોકાણ ઝડપથી વધી રહ્યું છે.

આ પ્રસંગ્રે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજનો કાર્યક્રમ 21મી સદીમાં ભારતને સતત આધુનિક બનાવવાની ઝલક આપે છે. “મને આનંદ છે કે આઠ વર્ષ પહેલાં શરૂ થયેલું આ અભિયાન બદલાતા સમય સાથે જાતે વિસ્તરી રહ્યું છે.” સમયની સાથે જે દેશ આધુનિક ટેકનોલોજી અપનાવતો નથી, સમય તેને પાછળ છોડીને આગળ વધે છે. ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન ભારત આનો શિકાર બન્યું હતું. પરંતુ આજે આપણે ગર્વથી કહી શકીએ કે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ, ઇન્ડસ્ટ્રી 4.0માં વિશ્વને માર્ગદર્શન આપી રહ્યું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જન્મ પ્રમાણપત્ર, બિલની ચુકવણી, રાશન, પ્રવેશ, પરિણામ અને બૅન્કો માટેની લાઈનોની પરિસ્થિતિમાંથી ભારતે ઓનલાઈન થઈને આ તમામ લાઈનો દૂર કરી છે. જીવન પ્રમાણપત્ર, અનામત, બૅન્કિંગ વગેરે જેવી ઘણી બધી સેવાઓ સુલભ, ઝડપી અને સસ્તી બની ગઈ છે. એ જ રીતે, ટેકનોલોજી દ્વારા, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ, છેલ્લાં 8 વર્ષમાં લાભાર્થીઓના ખાતામાં 23 લાખ કરોડ રૂપિયાથી વધુ સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ ટેકનોલોજીના કારણે દેશના 2 લાખ 23 હજાર કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચ્યા છે. ડિજિટલ ઈન્ડિયાએ સરકારને નાગરિકોનાં ઘર અને ફોન સુધી પહોંચાડી છે. 1.25 લાખથી વધુ સામાન્ય સેવા કેન્દ્રો અને ગ્રામીણ સ્ટોર્સ હવે ગ્રામીણ ભારતમાં ઈ-કોમર્સ લઈ જઈ રહ્યા છે, તેવી જ રીતે ગ્રામીણ મિલકતોના પ્રોપર્ટીના દસ્તાવેજો ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પૂરા પાડવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, છેલ્લાં આઠ વર્ષમાં દેશમાં ડિજિટલ ઈન્ડિયાએ જે શક્તિ બનાવી છે તેનાથી ભારતને કોરોના વૈશ્વિક મહામારી સામે લડવામાં ઘણી મદદ મળી છે. “અમે એક ક્લિક પર દેશની કરોડો મહિલાઓ, ખેડૂતો, શ્રમિકોનાં બૅન્ક ખાતામાં હજારો કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. વન નેશન વન રાશન કાર્ડની મદદથી અમે 80 કરોડથી વધુ દેશવાસીઓને મફત રાશન સુનિશ્ચિત કર્યું છે.” અમે વિશ્વનો સૌથી મોટો અને સૌથી કાર્યક્ષમ કોવિડ રસીકરણ અને કોવિડ રાહત કાર્યક્રમ ચલાવ્યો છે. આપણાં Cowin પ્લેટફોર્મ દ્વારા લગભગ 200 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે.

ભારતનો ફિનટેક પ્રયાસ ખરેખર લોકો દ્વારા, લોકોનો, લોકો માટેનો ઉકેલ છે. તેમાં ટેક્નોલોજી ભારતની પોતાની એટલે કે લોકો દ્વારા છે. દેશવાસીઓએ તેને પોતાનાં જીવનનો હિસ્સો બનાવ્યો છે એટલે કે લોકોનો. તેનાથી દેશવાસીઓનો વ્યવહાર સરળ બન્યો એટલે કે લોકો માટે. વૈશ્વિક સ્તરે 40 ટકા ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થાય છે. આપણાં ડિજિટલ સોલ્યુશન્સમાં સ્કેલ, સુરક્ષા અને લોકશાહી મૂલ્યો છે.

તેમણે કહ્યું કે, સ્પેસ, મૅપિંગ, ડ્રોન, ગેમિંગ અને એનિમેશન, આવાં ઘણાં ક્ષેત્રો જે ડિજિટલ ટેકનોલોજીના ભવિષ્યને વિસ્તૃત કરવા જઈ રહ્યાં છે, તેને નવીનતા માટે ખોલવામાં આવ્યાં છે. IN-SPACe અને નવી ડ્રોન નીતિ જેવી જોગવાઈઓ આ દાયકામાં આવનારાં વર્ષોમાં ભારતની ટેકની ક્ષમતાને નવી ઊર્જા આપશે. આજે, ભારત આગામી ત્રણ-ચાર વર્ષમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનને 300 અબજ ડૉલરથી વધુ સુધી લઈ જવાનાં લક્ષ્ય પર કામ કરી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code