Homeગુજરાતીદેશ-વિદેશનિર્મલા સીતારમણે બેંગકોકમાં બ્રિટનના નાણામંત્રી જૉન હીલી સાથે મુલાકાત કરી

નિર્મલા સીતારમણે બેંગકોકમાં બ્રિટનના નાણામંત્રી જૉન હીલી સાથે મુલાકાત કરી

નવી દિલ્હી, 15 ઓક્ટોબર 2026: કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં યુકેના ચાન્સેલર ઓફ ધ એક્સચેકર (નાણા મંત્રી) જ્હોન હીલી સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય આર્થિક અને નાણાકીય સહયોગને લગતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. આ મુલાકાત IMF-વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકો દરમિયાન યોજાઈ હતી. ‘X’ પર જારી કરાયેલા એક નિવેદનમાં, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે અગાઉના આર્થિક અને નાણાકીય સંવાદોના પરિણામોને આગળ વધારતા, સીતારમણે ચોથા ભારત-યુકે ફાઇનાન્શિયલ માર્કેટ્સ ડાયલોગ (નાણાકીય બજારો અંગેના સંવાદ), ફિનટેક બેઠકો અને તેની સાથે સંકળાયેલી IUKFP (ભારત-યુકે ફાઇનાન્શિયલ પાર્ટનરશિપ) બેઠકોના સફળ સમાપન અંગે ચર્ચા કરી હતી.

સમાન પ્રાથમિકતાઓ અને G20 પર ધ્યાન

બેઠક દરમિયાન, નાણામંત્રીએ સહિયારી પ્રાથમિકતાઓ પર યુકે સાથે મળીને કામ કરવા તેમજ રચનાત્મક અને સર્વસમાવેશી G20 પ્રક્રિયા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે જ્હોન હીલીને જણાવ્યું કે ભારત ૧૪મા ‘ઇકોનોમિક એન્ડ ફાઇનાન્શિયલ ડાયલોગ’ (EFD)ની રાહ જોઈ રહ્યું છે, જેમાં મહત્વપૂર્ણ ખનીજો, ગ્રીન ટેક્નોલોજી અને શહેર-પ્રદેશ ભાગીદારી જેવા ક્ષેત્રોમાં સહકાર માટેના પ્રસ્તાવોનો સમાવેશ થાય છે. બંને પક્ષોએ પુષ્ટિ કરી કે આગામી EFD આ વર્ષે ડિસેમ્બરમાં યોજાશે.

બેંગકોક આગમન પર સ્વાગત

આ અગાઉ, ગુરુવારે બેંગકોકના સુવર્ણભૂમિ એરપોર્ટ પર આગમન સમયે, થાઈલેન્ડમાં ભારતના રાજદૂત પુનીત અગ્રવાલે નાણામંત્રીનું સ્વાગત કર્યું હતું. થાઈલેન્ડના નાણા મંત્રાલય હેઠળના ટ્રેઝરી વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર-જનરલ, રુચા વારાટોર્ને પણ તેમનું સ્વાગત કર્યું હતું.

ત્રણ દિવસીય મુલાકાતનો ઉદ્દેશ્ય

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ IMF અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠકોમાં ભાગ લેવા માટે બેંગકોકની ત્રણ દિવસીય મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, તેઓ G-20 અને G-7 ના નાણામંત્રીઓ તથા સેન્ટ્રલ બેંકના ગવર્નરોની (FMCBG) બેઠકોમાં પણ ભાગ લેશે અને વિવિધ દેશો તથા સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરશે. આ મુલાકાતને ભારત-યુકે આર્થિક ભાગીદારીને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.

વધુ વાંચો: હિંદુ ધર્મ છોડીને ઇસ્લામ અપનાવનારાઓને અનામતનો લાભ નહીં મળે: સુપ્રીમ કોર્ટ

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular