1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. NMCને નવો નિયમ, ડોક્ટરોએ હવે દર્દીઓને જેનરિક દવા જ લખવી પડશે, IMA કર્યો વિરોધ
NMCને નવો નિયમ, ડોક્ટરોએ હવે દર્દીઓને જેનરિક દવા જ લખવી પડશે, IMA કર્યો વિરોધ

NMCને નવો નિયમ, ડોક્ટરોએ હવે દર્દીઓને જેનરિક દવા જ લખવી પડશે, IMA કર્યો વિરોધ

0
Social Share

નવી દિલ્હીઃ  દેશના સરકારી અને ખાનગી સહિત તમામ મોટાભાગના તબીબો દર્દીઓને જેનરિક દવાને બદલે મોંઘાભાવની દવા લખી આપતા હોય છે. કહેવાય છે. કે, ઘણીબધી ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ડોક્ટરોને તગડું કમિશન પણ મળતું હોય છે. એટલે ડોકટરો જેનરિક દવાને બદલે ફાર્મા. કંપનીની મોંઘાભાવની દવા લખી આપે છે. એટલે દર્દીઓને ના-છૂટકે મોંઘાભાવની દવા ખરીદવાની ફજ પડતી હોય છે. આ અંગે ફરિયાદો ઊઠ્યા બાદ નેશનલ મેડિકલ કમિશને નવા નિયમ જાહેર કર્યાં છે, જેનાથી હવે ડોક્ટરોની મુશ્કેલી વધવાની છે. નવા નિયમો અનુસાર દરેક ડોક્ટરોએ જેનેરિક દવા ખલવી પડશે, આમ ન કરવા પર ડોક્ટરને દંડ ફટકારવામાં આવશે અને તેનું લાયસન્સ પણ રદ્દ કરવામાં આવી શકે છે. જો કે એનએમસીના આ નિયમ સામે ઈન્ડિયન મેડિકલ એસો.(IMA)એ વિરોધ કર્યો છે.

નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) એ પોતાના ‘રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરોના વ્યવસાયિક આચરણને લગતા નિયમો’ માં ડોક્ટરોને બ્રાન્ડેડ જેનરિક દવાઓ લખવાથી બચવાનું પણ કહ્યું છે. ભલે ડોક્ટરોએ અત્યારે જેનેરિક દવાઓ લખવાની જરૂરી હોય છે, પરંતુ એમએનસી દ્વારા 2002માં જારી નિયમોમાં કોઈ દંડાત્મક જોગવાઈનો ઉલ્લેખ કર્યો નહોતો. NMC નિયમોમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં દવાઓ પરના ખિસ્સા બહારનો ખર્ચ આરોગ્ય સંભાળ પરના જાહેર ખર્ચનો મોટો હિસ્સો છે. એવું નોંધવામાં આવ્યું છે કે જેનરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓ કરતાં 30 થી 80 ટકા સસ્તી છે. તેથી, જેનરિક દવાઓ સૂચવવાથી દવાઓની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. બ્રાન્ડેડ જેનરિક દવા તે છે, જે પેટેન્ટથી બહાર થઈ ચુકી છે અને દવા કંપનીઓ દ્વારા નિર્મિત કરવામાં આવે છે અને વિવિધ કંપનીઓના બ્રાન્ડ નામ હેઠળ વેચવામાં આવે છે. આ દવાઓ બ્રાન્ડેડ પેટન્ટ દવાઓની તુલનામાં ઓછી મોંઘી હોય છે પરંતુ તે દવાના જથ્થાબંધ ઉત્પાદિત જેનરિક સંસ્કરણ કરતાં મોંઘા છે.

IMA દ્વારા જેનેરિક દવાઓ ફરજીયાત લખવાને લઈ સરકારે કરેલા નવા નિયમનો વિરોધ કરવામાં આવ્યો છે. ડોક્ટરો દ્વારા જેનેરિક દવાઓ ફરજીયાત લખવા માટે સરકારે નિયમ કર્યો છે. જેને લઈ IMA એ વિરોધ કર્યો છે અને નવો નિયમ પરત ખેંચવા માટે માંગ કરી છે. દેશભરના તબિબો આ નવા નિયમનો વિરોધ કરશે એવુ IMA એ દ્વારા કહેવામાં આવ્યુ છે.

બીજી તરફ IMA ના સેક્રેટરી ડો. અનિલ નાયકે કહ્યુ છે કે, ફાર્માસ્યુટિકલ કંપનીઓ તમારા જ અંડરમાં છે, તેઓને સરકાર કહે કે બ્રાન્ડેડ દવાઓ બંધ કરે અને ફક્ત જેનેરિક દવાઓનુ જ ઉત્પાદન કરે. જેથી ડોક્ટરો લખશે તેનો કોઈ વાંધો નથી. ડોક્ટરો દર્દી જલદી સાજા થાય એ માટે યોગ્ય કોમ્બિનેશનથી દવાઓ લખતા હોય છે. સેક્રેટરીએ આ નિયમને કાળો કાયદો ગણાવીને તુરત પરત ખેંચવા માટેની માંગ કરી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code