1. Home
  2. ગુજરાતી
  3. હવે લગ્નમાં રેડ લહેંગાની બદલે ઓરેન્જ લહેંગાનો ટ્રેન્ડ- કૃતિ સનેન એ ઓરેન્જ લહેંગામાં કરાવ્યું  ફોટોશૂટ,તમે પણ આ બ્રાઈડલ લૂક અપનાવો
હવે લગ્નમાં રેડ લહેંગાની બદલે ઓરેન્જ લહેંગાનો ટ્રેન્ડ- કૃતિ સનેન એ ઓરેન્જ લહેંગામાં કરાવ્યું  ફોટોશૂટ,તમે પણ આ બ્રાઈડલ લૂક અપનાવો

હવે લગ્નમાં રેડ લહેંગાની બદલે ઓરેન્જ લહેંગાનો ટ્રેન્ડ- કૃતિ સનેન એ ઓરેન્જ લહેંગામાં કરાવ્યું  ફોટોશૂટ,તમે પણ આ બ્રાઈડલ લૂક અપનાવો

0
Social Share
  • ઓરેન્જ લહેંગાનો ચાલી રહ્યો છે ટ્રેન્ડ
  • કૃતિ સનેન ઓરેન્જ લેંહેગામાં શાનદાર લૂકમાં જોવા મળી

દરેક યુવતી પોતાના લગ્નમાં સૌથા બેસ્ટ દેખાય તેમ ઈચ્છે છે. વેડિંગ ડ્રેસ અથવા વેડિંગ લહેંગા એ યુવતીઓનું સપનું હોય છે, જેને તેઓ લગ્નમાં પૂરુ કરવા માંગે છે. જો તમે પણ લગ્નની આ સિઝનમાં દુલ્હન બનવા જઈ રહ્યા છો, તો તમારી પાસે તમારા લહેંગા અને લુકને લઈને ખાસ ધ્યાન રાખજો ,સૌથી પહેલા જાણી લો કે આ દિવસોમાં કેવા પ્રકારનો લહેંગા ટ્રેન્ડ કરી રહ્યો છે
દર વર્ષે લગ્નની સિઝનમાં નવી ફેશન આવે છે. આ વખતે ઘણી અભિનેત્રીઓએ બ્રાઈડલ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેમનો લુક અને લહેંગા બંને આ સિઝન માટે શાનદાર છે.

હાલમાં જ કૃતિ સેનનનો નવો બ્રાઈડલ લૂક સામે આવ્યો છે, જેમાં તે શાહી પરિવારની દુલ્હન જેવી લાગી રહી છે. કૃતિ સેનનના ઓરેન્જ લહેંગાના કારણે તેનો લુક પ્રિન્સેસ જેવો છે. આ લગ્નની સીઝન માટે, આ તેજસ્વી ચમકતો ઓરેન્જ રંગ કપલ સિવાય દુલ્હનના દેખાવને ખાસ બનાવશે. ચાલો જાણીએ કૃતિ સેનનના ઓરેન્જ બ્રાઈડલ લહેંગામાં શું ખાસ છે અને તેની કિંમત કેટલી છે?

કૃતિ સેનન પહેલાથી જ મનીષ મલ્હોત્રાના બ્રાઈડલ કલેક્શનનો ભાગ બની ચૂકી છે. પરંતુ આ વખતે કૃતિ સેનનના લુક કરતાં પણ વધુ તેના સુંદર ઓરેન્જ લહેંગાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ બ્રાઈડલ એથનિક લુકમાં કૃતિ પરંપરાગત લાલ જોડામાં અલગ દેખાઈ રહી છે, જે કોઈપણ યુવતીના સૌથી ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે પરફેક્ટ લુક છે. કૃતિ સેનને પોતાના માટે નારંગી રંગનો લહેંગો પસંદ કર્યો છે. આ લહેંગામાં મિરર વર્ક, ગોલ્ડન થ્રેડ ફાઈન વર્ક કરવામાં આવ્યું છે.

કૃતિએ આ સુંદર લહેંગાને સ્લીવલેસ બ્લાઉઝ સાથે પેર કર્યો હતો જેમાં સ્કેલોપ્ડ નેકલાઇન દર્શાવવામાં આવી હતી. બેકલેસ બ્લાઉઝ સાથે પોતાને સ્ટાઈલ કરે છે. બ્લાઉઝને ગોલ્ડ મિરર, થ્રેડ વર્ક અને ટેસલ બેક ટાઈથી શણગારવામાં આવે છે. બીજી તરફ, જો આપણે કૃતિના લહેંગાના પલ્લુ વિશે વાત કરીએ, તો અભિનેત્રીએ તેને દુલ્હનની જેમ તેના માથા પર પહેર્યો છે, તેનો દુપટ્ટો ઓર્ગેન્ઝા ફેબ્રિકથી બનેલો છે. કૃતિના દુપટ્ટામાં ગોટા પત્તી, સ્કેલોપ્ડ હેમ, મિરર વર્ક અને સિક્વીન્ડ એમ્બ્રોઇડરી પણ છે.
કૃતિ સેનન સુંદર જ્વેલરીથી સજ્જ છે. કૃતિએ મેચિંગ બંગડીઓ, બ્રેસલેટ, વીંટી, ગોલ્ડન માથા પેટી, ડ્રોપ એરિંગ્સ અને ભારે પરંપરાગત ગળાનો હાર પહેર્યો હતો. આ સાથે મેટાલિક ઓરેન્જ આઈ શેડો, કોહલથી શણગારેલી આંખો, મસ્કરાથી ભરેલી લેશ, શાર્પ કોન્ટૂર, ઓરેન્જ લિપ શેડ અને વચ્ચે વાળના બન સાથે ગ્લોઈંગ સ્કિનથી બનેલા મેકઅપે કૃતિની સુંદરતા પૂર્ણ કરી હતી.

આ સાથે જ તમે પણ જો આ વર્ષ દરમિયાન લગ્ન કરવા જઈ રહ્યા ોછો તો તમારા બ્રાઈડલ લૂકને કડતિ સનેન જેવો લૂક આપીને પોતાના વધુ યાકર્ષિત દેખાવ આપી શકો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code