- ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ માટે ખુશખબર
- ઇન્સ્ટાગ્રામે લિંક શેર કરવાનું ઑપ્શન લોંચ કર્યું
- તેનાથી સ્ટોરી સાથે તમે લિંક પણ શેર કરી શકશો
નવી દિલ્હી: વોટ્સએપ જેવી જ લોકપ્રિય એપ ઇન્સ્ટાગ્રામના પણ સમગ્ર વિશ્વમાં કરોડો યૂઝર્સ છે. લોકો સ્ટોરી શેર કરવાથી માંડીને, રીલ બનાવવા, વીડિયો બનાવવા, લાઇવ અપડેટ્સ આપવા માટે પણ ઇન્સ્ટાગ્રામનો વ્યાપકપણે યૂઝ કરતા હોય છે. હવે ઇન્સ્ટાગ્રામના યૂઝર્સ માટે ખુશખબર છે. ઇન્સ્ટાગ્રામે હવે તેના યૂઝર્સને સ્ટોરી સાથે લિંક એડ કરવાનો ઓપ્શન પણ આપવાનું શરૂ કર્યું છે. અગાઉ માત્ર વેરિફાઇડ એકાઉન્ટ તેમજ 10 હજારથી વધારે ફોલોઅર્સ ધરાવતા યૂઝર્સને જ આ સુવિધા પૂરી પાડવામાં આવતી હતી.
ઇન્સ્ટાગ્રામમાં હવે તમે સ્ટોરી અપલોડ કરવા દરમિયાન સ્ટિકરના વિકલ્પ મારફતે તેમાં લિંક એડ કરી શકશો. આ ફીચર ઇન્સ્ટાગ્રામના દરેક યૂઝર્સને હવે આપવામાં આવશે. હવે નાના કે મોટા યૂઝર એકાઉન્ટની કોઇ જરૂરિયાત નથી.
આ ફીચર મોટા ભાગે દરેક યૂઝર્સને અપાશે પરંતુ જે કોઇ યૂઝર્સ ઇન્સ્ટાથી ભ્રામક માહિતીઓ, ખોટી સૂચનાઓ અથવા અપશબ્દોનો પ્રયોગ કરશે તેને આ ફીચર નહીં આપવામાં આવે.
આ રીતે ફીચરનો ઉપયોગ કરો
- સૌ પ્રથમ તમારું ઇન્સ્ટાગ્રામ ખોલો
- સ્ટોરી ફીચર પર જઇને સ્ટોરી ક્રિએટ કરો
- ઉપર આપેલા નેવિગેશન બટન પર ક્લિક કરો
- અહીંયા તમને સ્ટિકર નામનું ટૂલ પ્રાપ્ત થશે
- તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
- અહીંયા લિંક સ્ટિકર વિકલ્પ પર ક્લિક કરો
- તમે જે જાણકારી શેર કરવા માંગો છે તેની URL અહીંયા શેર કરો
- ત્યારબાદ સ્ટોરી પોસ્ટ કરતા જ લિંક પણ દેખાશે
આપને જણાવી દઇએ કે અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે, લિંક સ્ટિકર્સ ફીચર ફક્ત સ્ટોરીઝ માટે જ લૉંચ કરાશે. જો કે હવે આ ફીચર લોંચ કરી દેવાયું છે.