
દિલ્હીની જનતા પર મોંધવારીનો માર – PNG ના દરોમાં 2.63 રુપિયાનો વધારો ઝિંકાયો
- દિલ્હીમાં પીએનજીના દરો વધ્યા
- 2.63 રુપિયાનો કરાયો લવધારો
- જનતા પર પડ્યો મોંધવારીનો માર
દિલ્હીઃ- દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો બાદ ઘરેલું ગેસથી લઈને કોમર્શિયલ ગેસની કિમંતો વધતી જોવા મળી છે ત્યારે ફરી એક વખત દેશની રાજધાની દિલ્હીની જનતા પર મોંધવારીનો માર પડ્યો છે , કારણ કે દિલ્હીમાં પીએનજીના દરોમાં વધારો કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે શુક્રવારને 5 ઓગસ્ટના રોજ દિલ્હીમાં રસોઈ ગેસ સપ્લાય કરતી કંપની ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડએ પાઈપવાળા રસોઈ ગેસના ભાવમાં પ્રતિ યુનિટ રૂ. 2.63નો વધારો કર્યો છે.
આ નવા દરો હવે લાગુ થતાની સાથે જ રાજધાની દિલ્હીમાંપીએનજીની કિંમત 47.96 પ્રતિ યુનિટથી વધીને 50.59 પ્રતિ યુનિટ થઈ ગઈ છે. આઈજીએલ એ એનપીજી ના દરોમાં છેલ્લા બે અઠવાડિયામાં આ બીજી વખત વધારો નોંધાયો છે. આ પહેલાની વાત કરીએ તો 26 જુલાઈએ પીએનજીની કિંમતમાં પ્રતિ યુનિટ 2.1નો વધારો કરવામાં આવ્યો હતો.