1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ શહેરમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ,રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી
રાજકોટ શહેરમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ,રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી

રાજકોટ શહેરમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ,રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી

0
Social Share
  • વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ
  • વરસાદને પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક
  • રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી

રાજકોટ:રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.વરસાદને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વરસાદ પડતા રોડ-રસ્તાઓ ભીના થયા છે.વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

રાજકોટ શહેરમાં સવારથી જ કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા,જે બાદ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.શહેરના રેસકોર્સ રિંગ રોડ, મોરબી રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, આજીડેમ ચોકડી, કાલાવડ રોડ, ઢેબર રોડ, ગોંડલ રોડ, 150 ફૂટ રિંગ રોડ, મવડી, માધાપર ચોકડી, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.છેલ્લા ૩ દિવસથી સતત ગરમી પડી રહી હતી ત્યારે આજે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે,હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે,જેને પગલે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code