1. Home
  2. ગુજરાતી
  3. JNU માં પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કરાયાં
JNU માં પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કરાયાં

JNU માં પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કરાયાં

0
Social Share

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: દેશની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU) એકવાર ફરી ગંભીર વિવાદોને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. કેમ્પસમાં આયોજિત એક વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ અત્યંત વાંધાજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપે ડાબેરી સંગઠનો પર આકરા પ્રહારો કર્યા છે.

ગઈકાલે સુપ્રીમ કોર્ટે વર્ષ 2020ના દિલ્હી રમખાણ મામલે જેલમાં બંધ પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટના આ ચુકાદાના વિરોધમાં JNU વિદ્યાર્થી સંઘ (JNUSU) અને ડાબેરી સંગઠનોએ કેમ્પસમાં ‘ગેરિલા ઢાબા’ કાર્યક્રમ અંતર્ગત પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન હાથમાં ડફલી અને પ્લેકાર્ડ્સ લઈને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ હિંસક અને વાંધાજનક નારા લગાવ્યા હતા.

આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીએ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, “દેશદ્રોહી ઉમર ખાલિદ અને શરજીલ ઈમામના સમર્થનમાં સાબરમતી હોસ્ટેલ બહાર પ્રદર્શન કરી રહેલા લોકો ‘અર્બન નક્સલી’ છે. આ અભિવ્યક્તિની આઝાદી નથી પરંતુ ભારત વિરોધી વિચારધારાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે.”

બીજી તરફ, દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ ‘X’ પર લખ્યું કે, “સાપના ફેણ કચડાઈ રહ્યા છે, એટલે હવે સપોલિયા બિલ્બિલાટ કરી રહ્યા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે નક્સલીઓ ખતમ થઈ રહ્યા છે અને દંગાખોરોને કોર્ટે ઓળખી લીધા છે, જેના કારણે આ તત્વોમાં હતાશા જોવા મળી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી દિલ્હી પોલીસને સત્તાવાર રીતે કોઈ ફરિયાદ મળી નથી, પરંતુ વાંધાજનક સૂત્રોચ્ચારના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ આ મામલે સ્વતઃ સંજ્ઞાન (Suo Motu) લઈને તપાસ શરૂ કરી શકે છે. અગાઉ પણ દિલ્હી પોલીસે કેટલાક વિદ્યાર્થી નેતાઓને પૂછપરછ માટે નોટિસ ફટકારી છે.

આ પણ વાંચોઃ વાળ ખરતા અટકાવવા હવે મોંઘા શેમ્પૂની જરૂર નથી: ઘરે જ બનાવો આ મેજિકલ ડ્રિંક

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code