- ધનતેરસના પર્વની ધૂમધામથી ઉજવણી
- પીએમ મોદીએ પાઠવી શુભકામના
- દેશવાસીઓને આપી શુભેચ્છા
દિલ્હી:દિવાળીના તહેવારોની શ્રુંખલા શરૂ થઇ ચુકી છે.ત્યારે આજે ધનતેરસ છે. આ પર્વને ધનત્રયોદશી તરીકે પણ મનાવામાં આવે છે. આ દિવસે ભક્તો દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરીને તેમની પ્રાર્થના કરે છે.હિંદુ કેલેન્ડર મુજબ, ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે આવે છે.
એવું માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન ધનવંતરી સમુદ્ર મંથન દરમિયાન સોનાના વાસણ સાથે પ્રગટ થયા હતા. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતિર ઉપરાંત ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ હોય છે. આ કારણથી ધનતેરસના અવસરે સોના-ચાંદીના ઘરેણા, વાસણો, ઘરવપરાશમાં વપરાતી વસ્તુઓ, કાર, મોટરસાયકલ અને જમીન-મકાનનો વર્ષોથી વેપાર થાય છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદનાર જે પણ વસ્તુઓ લાવે છે, તે આખા વર્ષમાં તેર ગણી વધી જાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. સાથે જ ક્યારેય પૈસાની કમી નથી હોતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધનતેરસના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં, વડાપ્રધાને કહ્યું કે; “સૌ દેશવાસીઓને ધનતેરસની શુભકામનાઓ. ધનતેરસના ખાસ અવસર પર દરેકને શુભેચ્છાઓ.”
सभी देशवासियों को धनतेरस की शुभकामनाएं।
Greetings to everyone on the special occasion of Dhanteras.
— Narendra Modi (@narendramodi) November 2, 2021
આ વખતે પણ સમગ્ર દેશમાં કોરોના મહામારી વચ્ચે દિવાળીની ઉજવણી કરવામાં આવશે. દિવાળી પહેલા કેન્દ્ર સરકારે લોકોને તમામ કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી છે. તો,ધનતેરસના અવસર પર, કેન્દ્ર કોરોના વાયરસ સામે એક મેગા-રસીકરણ અભિયાન ‘હર ઘર દસ્તક’ શરૂ કરશે. મહિના સુધી ચાલનારા ડોર-ટુ-ડોર રસીકરણ ઝુંબેશનો હેતુ ખરાબ પ્રદર્શન કરનાર જિલ્લાઓમાં સમગ્ર વસ્તીને રસીકરણ કરવાનો છે.