HomeગુજરાતીગુજરાતGTU દ્વારા ભરતનાટ્યમના શોર્ટ ટર્મ કોર્સ 15મી નવેમ્બરથી શરૂ કરાશે

GTU દ્વારા ભરતનાટ્યમના શોર્ટ ટર્મ કોર્સ 15મી નવેમ્બરથી શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ભરત નાટ્યમનો ટુંકાગાળાનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના હેતુસર શિક્ષણ પ્રણાલીમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દરેક શાખાના વિદ્યાર્થીઓને અન્ય શાખાનું પણ જ્ઞાન મળી રહે તે બાબતની યોગ્ય પ્રણાલી વિકસાવવામાં આવેલી છે. જે અંતર્ગત આગામી દિવસોમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિદ્યાર્થીઓ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને કલાના અભ્યાસુ બનીને તેનો પ્રચાર પ્રસાર કરે તે માટે, 15 નવેમ્બરથી ભરતનાટ્યમના શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવામાં આવશે.

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ભારત વિવિધ લલિત કલાઓને વરેલો દેશ છે. ટેક્નિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓ આપણી સાંસ્કૃતિક ધરોહરને પણ જાણે તે હેતુસર જીટીયુ દ્વારા આ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે ધરોહર સેન્ટરના કો-ઓર્ડીનેટર પ્રો. મહેશ પંચાલ અને પ્રો. સારીકા શ્રીવાસ્તવને આ બદલ શુભકામના પાઠવી હતી. જીટીયુ સંચાલિત ધરોહર સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિ અને દર્શન, ભારતીય વિચારધારા, પ્રાચીન ભારતીય જ્ઞાન, આધુનિક ભારતીય સાંસ્કૃતિક તત્વજ્ઞાન વગેરેને લગતાં અભ્યાસક્રમો અને કાર્યક્રમો શરૂ કરવાનો છે.  જીટીયુ ધરોહર અંતર્ગત ટૂંકા ગાળાના સર્ટિફિકેટ તેમજ ડિપ્લોમા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. 7‌ વર્ષથી ઉપરની કોઈ પણ વયના વ્યક્તિ આગામી 10 નવેમ્બર સુધી ભરતનાટ્યમની પ્રથમ બેચમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકશે. આ કોર્ષમાં ભરતનાટ્યમનો ઈતિહાસ, નૃત્ય દ્વારા આપણી સંસ્કૃતિની રજૂઆત, વિવિધ આંગીક મુદ્રાઓ, નૃત્યકલા અને‌ અભિનયના નવરસ‌ સંબંધિત ભરતનાટ્યમમાં વિશારદ થયેલા અંજની રાવલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img