
ઉત્તરકાશીમાં મોડીરાતે ભૂકંપના આચંકા અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.9
- ઉત્તરાખંડમાં ભૂકંપના આચંકા અનુભવાયા
- રિક્ટર સ્કેલ પર તીવર્તા 2.9 નોંધાઈ
દહેરાદૂનઃ એક તરઉ જોઠીમધ પર કુદરતી આફત મંડડાઈ રહી છે, લોકોના ઘરોમાં તીરાડ પડવાવાથી અનેક લોકો બે ઘર બની રહ્યા છે તો બીજી તરફ કુદરતો બેવડો માર પડી રહ્યા છે કારણ કે ઉત્તરાખંડમાં અવાર નવાર ઘરતી ઘ્રુજવાની ઘટનાો સામે આવતી હોય છએ ત્યારે ફરી એક વખત મોડી રાત્રે ઉત્તરકાશીમાં ભૂકંપના આચંકાઓ અનુફભવાયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તરકાશી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9 હોવાનું જણાવામાં આવ્યું છે. આ સાથે જ માહિતી આપવામાં આવી છે કે ઉત્તરકાશીમાં ગુરુવારે રાત્રે 2 વાગ્યેને 10 મિનિટ આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ ભૂકંપ રાત્રે આવ્યો હોવાથી મોટા ભાગના લોકો ઘરમાં સુતા હતા રાત્રે અચાનક ધરતી ધ્રુજારીને કારણે ગાઢ નિંદ્રામાં સુતેલા લોકો ગભરાઈ ગયા હતા. ભૂકંપના આંચકા અનુભવ્યા બાદ ઘણા લોકો ઉંઘમાં પોતાના ઘરની બહાર આવી ગયા હતા.જો કે આ પ્રથમ વખત નથી કે અહી આવો આંચકો આવ્યો હોય અહી અવારનવાર આ પ્રકારના ભૂકંપ આવતા રહેતા હોય છે.