1. Home
  2. ગુજરાતી
  3. નાની દમણમાં પ્રાચીન શિવમંદિરમાં દોઢ ફૂટની મજાર!: વીડિયો વાયરલ થયા બાદ ઉઠયો સવાલ સાજિશ કે શરારત?
નાની દમણમાં પ્રાચીન શિવમંદિરમાં દોઢ ફૂટની મજાર!: વીડિયો વાયરલ થયા બાદ ઉઠયો સવાલ સાજિશ કે શરારત?

નાની દમણમાં પ્રાચીન શિવમંદિરમાં દોઢ ફૂટની મજાર!: વીડિયો વાયરલ થયા બાદ ઉઠયો સવાલ સાજિશ કે શરારત?

0
Social Share

નવી દિલ્હી: દેશભરમાં દબાણ કરીને બનાવવામાં આવેલા ધાર્મિક સ્થાનોનો મુદ્દો ગરમ છે. ઘણાં સ્થાનો પર સરકારી જમીનો પર ગેરકાયદેસર ધાર્મિક સ્થળો ધ્વસ્ત કરાય રહ્યા છે. સરકારી જમીન અથવા તો દબાણથી બનતા ધાર્મિક સ્થાનોની વાત તો સમજી શકાય છે અને તેને હટાવી પણ શકાય છે. પરંતુ સોશયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા એક વીડિયોને જોઈને સાજિશની માથું ફાડી નાખે તેવી ગંધ તમને સૌને આશે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે એક મંદિરની અંદર ષડયંત્ર હેઠળ ગેરકાયદેસર મજારનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. જો કે વીડિયોની સત્યતાની પુષ્ટિ હજી સુધી થઈ નથી.

વાયરલ વીડિયો કેન્દ્રશાસિત દમણ-દીવનો હોવાનું જણાવાય રહ્યું છે. વીડિયો બનાવનાર યુવક તેનો પ્રારંભ મંદિરની બહાર જઈ રહેલી સડકથી કરે છે. તે વીડિયો બનાવતા મંદિરના ગર્ભગૃહમાં જાય છે, જ્યાં તે જોવે છે કે કેવી રીતે હિંદુ આરાધ્યોની પ્રતિમાઓની પાસે એક મજાર દીવાલ સાથે બનાવવામા આવી છે. આ મજારની ઉપર લીલી ચાદર પણ પડેલી છે.

વીડિયો બનાવતા યુવક જાણકારી આપતા કહે છે કે હું હાલ દમણમાં છું, તેને નાની દમણ પણ કહે છે. વીડિયો બનાવનારા યુવકે કહ્યુ છે કે વર્ષના પહેલા દિવસે તમને એક ચમત્કાર દેખાડું છું. ચમત્કાર ઘણો મોટો છે. તેના પછી યુવક એક સડક કિનારે વૃક્ષ નીચે આવેલા જૂના મંદિરને જોઈને કહે છે કે આ મંદિર ઘણાં વર્ષો જૂનું છે, આ જોઈને ખબર પડે છે. આ અમને બહારથી ખબર પડતી નથી, પરંતુ તેની અંદરથી સમજમાં આવશે કે કેટલું ઐતિહાસિક અને કેટલું જબરદસ્ત મંદિર છે.

તેના પછી યુવક મંદિરની અંદર પ્રવેશ કરીને શિવલિંગ દેખાડે છે તેની સાથે ધાતુનો શેષનાગ પણ દેખાય છે. તેની ઉપર સતત જળ પડતું દેખાય છે. મહાદેવના શિવલિંગની પાસે જ 2 નંદીદેવની પ્રતિમા દેખાય છે. તેની પાસે જ અગરબત્તી લાગેલી દેખાય છે.

નંદી દેવની બંને પ્રતિમાઓ એક જ પથ્થર  પર ટકેલી છે. તેમાંથી એક પ્રતિમા એકદમ નવા સંગેમરમર પથ્થરથી બનેલી છે અને નંદી દેવની બીજી પ્રતિમા જોવામાં ઘણી પ્રાચીન દેખાય છે. તેને એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. આ પ્રતિમા શિવલિંગ જેટલી જ પ્રાચીન હશે, કારણ કે શિવલિંગ અને નંદીદેવની આ પ્રતિમા કદાચ એક જ સમયે પથ્થરથી બનાવાય હશ. આ સિવાય એક જ પથ્થરમાંથી નિર્મિત ગણેશજીની પ્રતિમા પણ જોવા મળે છે. તેની સાથે એક નવનિર્મિત ગણેશ પ્રતિમા પણ છે. ઠીક તેવી જ રીતે માતાજીની એક પ્રાચીન અને નવનિર્મિત પ્રતિમા જોવા મળી રહી છે.

મંદિરમાં લગભગ તમામ દેવીદેવતાઓની બે પ્રતિમાઓ છે. પહેલી પ્રતિમા સંગેમરમરથી બનેલી નવનિર્મિત છે, અને બીજી પ્રતિમા ઘણી જૂની અને એક જ પથ્થરથી નિર્મિત દેખાય રહી છે. હવે વીડિયોમાં આગળ મંદિરના ગર્ભગૃમાં એક મજાર દેખાય છે. તેના ઉપર લીલી ચાદરો પડેલી છે, તેના પર ઈસ્લામિક ચિન્હ બનેલા છે અને તેની સાથે ઉર્દૂમાં લખાણ છે.

વીડિયો બનાવાર યુવકે આ મજારને લઈને વાંધો વ્યક્ત કર્યો છે અને ચાદર હટાવતા સમજાવ્યું હતું કે મજાર સિમેન્ટથી હાલમાં જ બનાવવામાં આવી છે.

વીડિયો બનાવનાર યુવકે આક્રોશ વ્યક્ત કરતા કહ્યુ છે કે જોવો કેવી રીતે મજારને મંદિરની અંદર બનાવી દેવામાં આવી છે, શું કોઈ હિંદુ કોઈ મસ્જિદની અંદર મૂર્તિ મૂકતા દેખાયો છે શું? શું મજાક બનાવી રાખી છે, કેટલાક સમય બાદ સાજિશ કરનારા લોકો આ મંદિર પર પોતાનો દાવો કરવા લાગશે કે આ તો અમારું છે અને આ થયું છે મહારાષ્ટ્રના ઘણાં ગામડાંઓમાં થયું છે. જ્યારે હિંદુ એક્શન લે છે, હિંદુ ઘણો કટ્ટર થઈ ગયો છે. હિંદુ મુસ્લિમરવા લાગ્યો છે. આખરે કેટલું સહન કરીશું, કેટલું સહેવું પડશે. હવે આવું ચાલવું જોઈએ નહીં, આ બધું ખોટું છે.

જ્યારે અમે આ વીડિયોને ધ્યાનથી જોયો તો મજાર મંદિરના ગર્ભગૃહમાં બે દિવાલોને સ્પર્શતા દોઢ ફૂટના સ્થાનમાં સફેદ પથ્થરના ચબૂતરા પર રેતી અને સિમેન્ટના મિશ્રણથી નવનિર્મિત છે. જે કોઈ સાજિશ હેઠળ બનાવાયું છે. હવે સમજવાની વાત એ છે કે આખરે કોને મંદિરના ગર્ભગૃહમાં દફનાવાયા હશે અને શું કોઈને દોઢ ફૂટના સ્થાનમાં બે દિવાલોની નીચે દફનાવી શકાય છે?

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code