Site icon Revoi.in

ભાવનગર-અમદાવાદ હાઈવે પર ધોલેરા નજીક અકસ્માતમાં એકનું મોત

Social Share

અમદાવાદ 30 ડિસેમ્બર 2025One killed in accident on Bhavnagar-Ahmedabad highway ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ધોલેરા નજીક એક્સેસ કાર અને ઈનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નિપજ્યુ હતું. જ્યારે એકને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતાં અન્ય વાહનો ઊભા રહી ગયા હતા. અને વાહનોના ચાલકો મદદ માટે  દોડી આવ્યા હતા. આ બનાવની પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.

આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર ધોલેરા નજીક ગઈકાલે સાંજે આશરે 4.30 કલાકે અબ્દુલ રજ્જાકબીન મહમદભાઈ આરબ તથા અબ્દુલ સમદબીન હસનભાઈ યમની બંને સફેદ કલરની એક્સેસ કાર લઈને ધોલેરા જઈ રહ્યા હતા, ત્યારે ધોલેરા હાઈવે સર્કલ પાસે વળાંક લેતી વખતે સામેથી આવતી મહારાષ્ટ્ર પાસિંગની સફેદ રંગની ઇનોવા કારે જોરદાર ટક્કર મારી હતી. આ બનાવમાં એક્સેસ કારમાં સવાર બન્ને ઈજાગ્રસ્ત પ્રવાસીઓને  108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સર ટી ​હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ અબ્દુલ સમદબીન હસનભાઈ (ઉ.વ.60) નું મોત નિપજ્યુ હતું. જ્યારે બીજા ઈજાગ્રસ્તની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે

​આ ઘટના અંગે મૃતકના પુત્રએ ફરિયાદ નોંધાવતા પોલીસે મહારાષ્ટ્ર પાસિંગની ઈનોવા કારના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version