Site icon Revoi.in

જાન માટે એસટી બસનું એક મહિનાનું વેઈટિંગ, લોકોને ખાનગી બસો બુક કરાવવી પડે છે

Social Share

રાજકોટ, 23 જાન્યુઆરી 2026: સૌરાષ્ટ્રભરમાં હાલ લગ્નગાળાની સીઝન ચાલી રહી છે. લગ્નો માટે લોકોએ અગાઉથી પાર્ટીપ્લોટ્સ, ડીજે, કેટરિંગ સહિત બુક કરાવી દીધા છે. ત્યારે જાન લઈ જવા માટે એસટી બસોનું પણ બુકિંગ કરાવી દીધુ છે. ખાનગી ટ્રાવેલ્સ મોંધી પડતી હોવાથી લોકો લગ્નો માટે એસટી બસના બુકિંગનો આગ્રહ રાખતા હોય છે. પણ પણ મોટાભાગના ડેપોમાં માત્ર બે ખાસ બસ વર્ધી માટે રાખવામાં આવતી હોય છે. તેના લીધે મોટાભાગના એસટી ડેપો પર એક મહિનાનું બુકિંગ ચાલી રહ્યું છે. લગ્નની તારીખે એસટી બસ વર્ધી માટે ન મળતા લોકોને નાછુટકે ખાનગી બસ ભાડે કરવાની ફરડ પડી રહી છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લગ્ન કે કોઈ શુભ પ્રસંગે મુસાફરોને રાહત દરે બસની સુવિધા આપવામાં આવે છે. જેમાં નિગમ દ્વારા મિની અથવા એક્સપ્રેસ બસની સુવિધા અપાય છે. લગ્નગાળો શરૂ થતા રાજકોટ એસટી ડિવિઝનમાં લગ્ન માટે 38 બસ એડવાન્સ બૂક થયેલી છે. જોકે તેમાં ડેપો વાઈઝ 2 બસ જ આપવામાં આવતી હોવાથી એક માસનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે.

આ અંગે રાજકોટ એસટી ડિવિઝનના સૂત્રોએ જણાવ્યું હતું કે, લગ્નની સિઝન શરૂ થતા એસટી બસમાં જાન લઈ જવા માટે લોકો બુકિંગ કરાવતા હોય છે. ત્યારે રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી 38 એસટી બસમાં જાન જઈ રહી છે. રાજકોટ, ગોંડલ, સુરેન્દ્રનગર, વાંકાનેર, મોરબી, ચોટીલા, જસદણ, ધ્રાંગધ્રા, લીંબડી એમ 9 ડેપો વાઇસ 18 બસ આપવામાં આવી છે. પણ ખાસ વર્ધી માટે માગ વધુ હોવાથી વેઈટિંગ ચાલી રહ્યું છે.

Exit mobile version