
ઓપેક રાષ્ટ્રોએ ઇંધણ પરના કાપને યોગ્ય ઠેરવ્યો
નવી દિલ્હીઃ તેલની નિકાસ કરતા દેશનું સંગઠન ઓપેકે તેલની કિંમતોમાં તેજી લાવવા માટે કાચા તેલના ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે અમેરિકાએ સાઉદી અરબને ઘેરતા સભ્ય દેશોને સમર્થન કરવા મજબુર કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. અમેરીકા મુજબ આ ઉત્પાદન ઘટાડાથી રશિયાને વિદેશી કમાણીમાં વધારો થશે.
સઉદી અરબે AMERICAના આરોપને નકારતા સ્પષ્ટ કર્યું કે, તેઓ યુક્રેન પર આક્રમણમાં મોસ્કોને સમર્થન નથી કરતાં. જોકે આ પગલું મોંઘવારી અને મંદીમાં સપડાયેલી વૈશ્વીક અર્થવ્યવસ્થા માટે ઝટકા સમાન છે. વિયેના મુખ્યાલયમાં સભ્ય દેશોના ઉર્જામંત્રીઓની બેઠકમાં નવેમ્બર થી ઉત્પાદનમાં દરરોજ 20 લાખ બેરલના ઘટાડાનો નિર્ણય કરાયો છે. પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોનું સંગઠન અને સાઉદ અરબ, સંયુક્ત આરબ અમિરાત, ઇરાક અને કેવૈત સહિતના સહયોગી દેશોએ ઉત્પાદનમાં ઘટાડાને સમર્થન કર્યું છે.
(PHOTO-FILE)