સંતરાની છાલ તમારી ત્વચા અને સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદા કારક, તેને ફેંકતા પહેલા આટલું વાંચલી
- સંતરાની છાલનો ફેસપેક બને છે
- સંતરાની છાલમાંથી એનર્જી ડ્રિંક બનાવી શકાય છે.
સામાન્ય રીતે દરેક ફળો હેલ્થ માટે ત્વચા માટે લાભદાયી છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર ફળો જ નહી તેની છાલ પણ ખૂબ જ લાભદાયી હોય છે,ખાસ કરીને વાત કરીએ સંતરાની તો તેની છાલના એવા કેટલાક ઉપોયગ છે જે તમારી સુંદપરતાથઈ લઈને સ્વાસ્થ્યને નિખારે છે,તો ચાલો જોઈએ છાલનો ઉપયોગ
સંતરાની આપણી ત્વચા માટે વરદાનથી ઓછી નથી. જો તમારી ત્વચા તૈલી છે તો તે કોઈ દવાથી ઓછી નથી. તેના પાવડરને મધમાં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને ચહેરા પર લગાવો.
જો તમને શાંતિથી ઉંઘ ન આવતી હોય તો નારંગીની છાલને પાણીમાં નાખીને ગાર્ગલ કરો અને પછી પીવો. આવું નિયમિત કરવાથી તમને રાત્રે સારી ઊંઘ આવશે.
સંતરાની છાલમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે, આ ફળની છાલ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ માટે તમે નારંગીની છાલને ગરમ પાણીમાં ધોઈને ખાઈ શકો છો.
આ સાથે જ જ્યારે વાળમાં ડેન્ડ્રફ હોય તેવી સ્થિતિમાં આ છાલ વરદાન રુપ સાબિત થાય છે. જો તમે નારંગીની છાલને સૂકવીને પાવડર તૈયાર કરો અને પછી તેમાં નારિયેળનું તેલ મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ દૂર થશે.
સંતરાની છાલ વાળ માટે ખૂબ જ અસરકારક છે. આ છાલમાં ક્લીનિંગ ગુણ હોય છે જે વાળ માટે ફાયદાકારક છે. આ માટે નારંગીની છાલને સૂકવીને પાવડર બનાવી લો, પછી તેમાં મધ મિક્સ કરીને માથા પર લગાવો. થોડીવાર ધોયા બાદ વાળ ચમકદાર બની જશે.