
જમ્મુ કાશ્મીરમાં 15 દિવસની અંદર જમાત સાથે સંકળાયેલી 300થી વધુ શાળાઓને બંધ કરવાના આદેશ
- જમ્મુ કાશ્મીરમાં સરકારનો મોટો નિર્ણય
- જમાત સાથે સંકળાયેલ 300થી વધુ શાળાઓ બંધ થશે
શ્રીનગર – છેલ્લા ઘણા સમયથી જમ્મુ કાશ્મીરમાં જમાતના નામે ચાલતી શાળાઓમાં આતંકી પ્રવૃત્તિઓ બાળકોને શીખવાડવામાં આલી રહી છે જેના કારણે અને ક માસૂમો આતંકી સંગઠનો સાથે જોડાય છે અને આતંકવાદીની રાહ પર ચાલે છે ત્યારે હવે સરકારે આ બાબતે કડક નિર્ણય લીધો છે
SIAની તપાસમાં FAT દ્વારા ગેરકાયદેસર કૃત્યો, છેતરપિંડી, મોટા પાયે સરકારી જમીન પર અતિક્રમણના આરોપો લાગ્યા હતા. FAT કટ્ટરપંથી જમાત-એ-ઈસ્લામી સાથે જોડાયેલું છે, જેને ગૃહ મંત્રાલય દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ કાયદાની જોગવાઈઓ હેઠળ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સરકારે જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામી સંલગ્ન ફલાહ-એ-આમ દ્વારા સંચાલિત તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. આ તમામ શાળાઓને 15 દિવસમાં સીલ કરવામાં આવશે. તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નજીકની શાળાઓમાં એડમિશન અપવશે. નવા સત્રમાં આ શાળાઓમાં કોઈ પ્રવેશ થશે નહીં.
રાજ્ય તપાસ એજન્સીએ શરુ કરેલી તપાસ બાદ, શાળા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ બીકે સિંહ દ્વારા આદેશમાં જારી કરાયો છે જેમાં કહેવાયું છે કે આવ્યું છે કે જિલ્લા વહીવટીતંત્ર સાથે ચર્ચા કરીને આ શાળાઓને સીલ કરવામાં આવે. તેમણે તમામ મુખ્ય શિક્ષણ અધિકારીઓ, આચાર્યો અને ઝોનલ અધિકારીઓને આ વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં શક્ય તમામ મદદ કરવા જણાવ્યું છે.