અમદાવાદમાં ‘ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાનું સ્થાન’ વિષય ઉપર પરિસંવાદનું આયોજન
અમદાવાદઃ અચલા એજ્યુકેશન ફાઈન્ડેશન ટ્રસ્ટ દ્વારા ‘ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાનું સ્થાન’ વિષય ઉપર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિસંવાદ શહેરના આશ્રમ રોડ ઉપર આવેલા દિનેશ હોલમાં તા. 19મી માર્ચના રવિવારના રોજ સવારે 9થી સાંજ 5 કલાક સુધી યોજાશે. આ કાર્યક્રનનું ઉદ્ઘાટન શિવાનંદ આશ્રમના પૂ. સ્વામીશ્રી પરમાત્માનંદ સરસ્વતીજીના હસ્તે કરવામાં આવશે. મુખ્ય મહેમાન તરીકે રાજ્યના શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાં અને ક્રાફ્ટ રૂટ્સ અને ગ્રામશ્રીના સંચાલિકા અનાર જયેશ પટેલ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિજી રામનાથ કોવિંદજી પણ હાજરી આપશે.

ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાનું સ્થાન વિષય ઉપર યોજાનાર પરિસંવાદમાં વિશિષ્ટ વકતવ્યોમાં વરિષ્ઠ લેખિકા, અભ્યાસુ વકતા અને ચિંતક જ્યોતિબેન થાનકી, લોકભારતી સણોસરાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. અરૂણભાઈ દવે પોતાના વિચારો રજૂ કરશે. સારસ્વત સન્માન અને શ્રેષ્ઠ શિક્ષણ એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદજી ઉપરાંત ગુજરાત સરકારના પૂર્વ મુખ્યસચિવ પી.કે.લહેરી અને અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. શ્વેતાંક(સંજય) એમ. પટેલ હાજર રહેશે.
શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે સુરેશકુમાર ધનજીભાઈ નાગલા, કૌશલકુમાર અરવિંદભાઈ સુથાર, દિનેશકુમાર શંકરલાલ પ્રજાપતિ, રમેશકુમાર બદામીલાલ ચૌહાણ, અમિત ડાયાલાલ જગતિયા, મુકેશકુમાર પ્રભાતસિંહ મહીડા, હેતલ ચંદ્રકાંત દવે, તરૂણકુમાર પુરીષોત્તમભાઈ કાટબામણા, ઈશ્વરભાઈ ધનાભાઈ પ્રજાપતિ, ઈલાબેન ચેલજીભાઈ ચૌધરી, સારસ્વત એવોર્ડ માટે તરલાબેન શાર, પ્રો. વિઠ્ઠલભાઈ પટેલ, લીલાધરભાઈ ગડા, ડો. રન્નાદે શાહ, સુધીરભાઈ ગોયલ, ડો. લલિતકુમાર પટેલ, લીનાબેન રાવલ, પ્રો. મનોજભાઈ જોશી, અર્ચન ત્રિવેદી અને પ્રો. રાજીવ પી.વીની પસંદગી કરવામાં આવી છે.


