1. Home
  2. ગુજરાતી
  3. સમુદ્રી ઓઇલ પ્રતિભાવ અને પૂર્વતૈયારીમાં ક્ષમતા નિર્માણના વ્યાવસાયિક તાલીમનું આયોજન
સમુદ્રી ઓઇલ પ્રતિભાવ અને પૂર્વતૈયારીમાં ક્ષમતા નિર્માણના વ્યાવસાયિક તાલીમનું આયોજન

સમુદ્રી ઓઇલ પ્રતિભાવ અને પૂર્વતૈયારીમાં ક્ષમતા નિર્માણના વ્યાવસાયિક તાલીમનું આયોજન

0
Social Share

મુંબઈઃ ભારતીય તટરક્ષક દળ દ્વારા 19-20 એપ્રિલ 2022 દરમિયાન ગોવાના મુર્મુગાવ હાર્બર ખાતે NATPOLREX-VIII કોડ નામ સાથે રાષ્ટ્રીય સ્તરની પ્રદૂષણ પ્રતિભાવ કવાયતના આઠમા સંસ્કરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનન્ય સમુદ્રી સ્પિલ પૂર્વતૈયારી કવાયતનું ઉદ્ઘાટન ભારત સરકારના સંરક્ષણ સચિવ IAS ડૉ. અજયકુમાર દ્વારા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES)ના સચિવ ડૉ. એમ. રવિચંદ્રન અને MoPSW, NDRF, IMDની માનપૂર્ણ ઉપસ્થિતિ અને ભારતીય નૌસેના તેમજ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગોવાના વરિષ્ઠ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 50 એજન્સીઓના 85 કરતાં વધારે પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો જેમાં 29 વિદેશી નિરીક્ષકો અને 22 મિત્ર રાષ્ટ્રો તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનો સામેલ છે અને શ્રીલંકા તેમજ બાંગ્લાદેશના બે તટરક્ષક જહાજ પણ સામેલ છે.

NATPOLREX ઉપરાંત, ICG દ્વારા પણ સાથે સાથે, 18-29 એપ્રિલ 2022 દરમિયાન ચેન્નઇ ખાતે ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન (IORA)ના સભ્ય દેશો સહિત 18 દેશોના 45 આંતરરાષ્ટ્રીય સહભાગીઓ માટે સમુદ્રી ઓઇલ પ્રતિભાવ અને પૂર્વતૈયારીમાં ક્ષમતા નિર્માણના વ્યાવસાયિક તાલીમ અભ્યાસક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક DG વી.એસ. પઠાનિયા, PTM, TM કે જેઓ NOSDCPના ચેરમેન અને ભારતીય જળસીમામાં SACEP MoU માટે દરિયામાં સમુદ્રી પ્રદૂષણ માટે સક્ષમ રાષ્ટ્રીય સત્તાધિકારી છે, તેમણે પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, ICG એ પ્રદેશ અને તેના સંસાધનો માટેના જોખમોને સમજવા અને તેનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં દરિયાઇ ઓઇલ અને રાસાયણિક સ્પિલ (ઢોળાઇ જવાની સમસ્યા)નો સમાવેશ થાય છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવી નિઃસહાયતાઓ એકધારી ઉભરી રહી હોવાથી, હિતધારકોએ મજબૂત ભાગીદારી, અસરકારક સંકલન અને શ્રેષ્ઠ આચરણોના આદાનપ્રદાન દ્વારા સહકાર વધારવાની તકને અવશ્ય ઓળખવી જોઇએ. અહીં ઉલ્લેખનીય છે કે, NATPOLREX VIII નું આયોજન ચેન્નઈ ખાતે 18-29 એપ્રિલ 2022 દરમિયાન 43 સહભાગીઓની સમુદ્રી પ્રદૂષણ પ્રતિભાવ તાલીમ, ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક અને SACEP (દક્ષિણ એશિયા સહકારી પર્યાવરણ કાર્યક્રમ)ના મહાનિદેશક વચ્ચે દ્વિપક્ષીય સંવાદ તેમજ સહભાગી SACEP સભ્ય દેશોના જહાજો અને પ્રતિનિધિઓ ઉપરાંત, 21-22 એપ્રિલ 2022ના રોજ મુંબઇ ખાતે કોલંબો સુરક્ષા સંમેલન કે જેમાં સભ્ય દેશોના પ્રતિનિધિઓ માટે સમર્પિત, બે દિવસીય વર્કશોપના આયોજનને સુસંગત રીતે કરવામાં આવી રહ્યું છે.

હાલમાં, ભારત ત્રીજા ક્રમના સૌથી મોટા ક્રૂડ ઓઇલના આયાતકાર તરીકે જહાજોના માધ્યમથી ખૂબ જ મોટી સંખ્યામાં ઓઇલનો જથ્થો પ્રાપ્ત કરે છે. એવી જ રીતે, ભારત દુનિયામાં છઠ્ઠા ક્રમના સૌથી મોટા રસાયણના આયાતકાર દેશ તરીકે પણ છે. ઓઇલ અને રસાયણો, બંને જો ઢોળાય જાય તો ભારતના સમુદ્રી ઝોન અને તેને સંલગ્ન દરિયાકિનારે વસતા મોટા દરિયાકાંઠાના વસ્તી સમુદાય, સમુદ્રી ઇકો-સિસ્ટમ, ઉદ્યોગો અને પ્રવાસન ઉદ્યોગને સમર્થન આપતા વિવિધ સ્થાપનો સામે સહજ રીતે જોખમ ઊભું થાય છે. આમ, કોઇપણ સંભવિત સમુદ્રી સ્પિલ (ઢોળાઇ જવાની સમસ્યા)નો સામનો કરવાની પૂર્વતૈયારી કરવા માટે કેન્દ્રીય સંયોજન એજન્સી, જહાજોના માલિકો, ઓઇલ હેન્ડલિંગ સુવિધાઓ અને અન્ય સંબંધિત હિતધારકો દ્વારા લેવામાં આવતા નિવારણ માટેના પગલાં લેવામાં આવે તે જરૂરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code