1. Home
  2. ગુજરાતી
  3. આ રાજ્યમાં ફેલાયો ‘લમ્પી વાયરસ’નો પ્રકોપ, પશુઓનું રસીકરણ શરૂ
આ રાજ્યમાં ફેલાયો ‘લમ્પી વાયરસ’નો પ્રકોપ, પશુઓનું રસીકરણ શરૂ

આ રાજ્યમાં ફેલાયો ‘લમ્પી વાયરસ’નો પ્રકોપ, પશુઓનું રસીકરણ શરૂ

0
Social Share
  • નાગાલેન્ડને ‘લમ્પી સ્કિન ડિસીઝ’થી અસરગ્રસ્ત રાજ્ય જાહેર કરાયું
  • 900થી વધુ પશુઓ ચેપી રોગથી પીડિત હોવાનું જાણવા મળ્યું 
  • 16માંથી 8 જિલ્લામાં પશુઓ ચેપી રોગથી પીડિત

કોહિમા: નાગાલેન્ડ સરકારે રાજ્યને ‘લમ્પી સ્કિન ડિસીઝ’ (એલએસડી)થી પ્રભાવિત જાહેર કર્યું છે. 16માંથી 8 જિલ્લામાં 900થી વધુ પશુઓ ચેપી રોગથી પીડિત હોવાનું જાણવા મળતાં સરકારે આ નિર્ણય લીધો છે.

ગુરુવારે એક સરકારી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે પૂર્વોત્તર રાજ્યની સરકારે પ્રાણીઓને બચાવવા માટે રસીકરણ અને અલગતા સહિતના તમામ નિવારક પગલાં લેવાનું નક્કી કર્યું છે. આ રોગથી પ્રભાવિત મોટાભાગના પશુઓ ‘થુટો’ છે જે નાગાલેન્ડના વતની છે.

પશુપાલન અને પશુચિકિત્સા સેવા વિભાગના કમિશનર અને સચિવ વી. કેન્યા દ્વારા જારી કરાયેલ સરકારી સૂચનામાં જણાવાયું છે કે, પોઝિટિવ કેસ મળ્યા બાદ નાગાલેન્ડને એલએસડી અસરગ્રસ્ત રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે,  તેમણે કહ્યું, “આ જાહેરાત પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ઈન્ફેકશિયસ ડિસીઝ ઇન એનિમલ્સ એક્ટ, 2009 હેઠળ કરવામાં આવી છે.”

પશુપાલન અને પશુચિકિત્સા સેવા વિભાગ દ્વારા 24 જુલાઈ સુધી સંકલિત કરવામાં આવેલા ડેટા અનુસાર, ગત જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 931 પશુઓ, ખાસ કરીને ‘થૂથો’, આઠ જિલ્લાઓમાં 31 સ્થળોએ એલએસડીથી સંક્રમિત જોવા મળ્યા છે. જેમાંથી 49 સંક્રમિત પશુઓના મોત થયા છે.

‘થુથો’ પશુઓ નાગાલેન્ડની મૂળ જાતિ છે અને તે મધ્યમ કદના, સ્વભાવમાં નમ્ર અને ઘાટા રંગના છે. માહિતી અનુસાર, તેમની સંખ્યા 53 હજાર છે.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાને અનુસરીને, વાયરલ રોગ LSD ના ફેલાવાને રોકવા માટે તમામ નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code