1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સેમિ કન્ડક્ટર ઈન્ડસ્ટ્રીઝને ભારત ઉપર વિશ્વાસઃ PM મોદી
સેમિ કન્ડક્ટર ઈન્ડસ્ટ્રીઝને ભારત ઉપર વિશ્વાસઃ PM મોદી

સેમિ કન્ડક્ટર ઈન્ડસ્ટ્રીઝને ભારત ઉપર વિશ્વાસઃ PM મોદી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતના પાટનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’નું ઉદ્ઘાટન થયુ છે. હવે રાષ્ટ્રીય સ્તરના સેમિકન્ડક્ટર્સને લગતી અત્યાધુનિક ટેક્નોલોજી વિશે છ દિવસ પ્રદર્શન યોજાશે. આ પ્રસંગ્રે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, દુનિયામાં આ નવી ટેકનોલોજીએ શું તાકાત આપી છે જે લોકોએ જાણવાનું જાણવું જોઈએ. ભારતમાં સેમિકંડક્ટર ક્ષેત્રમાં કેમ રોકાણ કરવું જોઈએ તેવા સવાલ થતા હતા, હવે લોકો સવાલ કરે છે કેમ રોકાણ ના કરીએ, હવે સવાલની સાથે હવાની દિશા પણ બદલાઈ છે. આ દિશા તમામના પ્રયાસોથી બદલાઈ છે. ભારત કોઈને નિરાશ કરતું નથી, 21મી સદીના ભારતમાં ઉદ્યોગસાહસિકો માટે અવસર જ અવસર છે. એક્સપ્રેસન ગ્રોથ આપણે ડિજીટલ ગ્રોથ અને ઈલેક્ટ્રીકટ ઉત્યાદનમાં જોઈ શકીએ છીએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે ગ્લોબલ ઈલેક્ટ્રોનિક ઉત્યાદનનો શેર વધ્યો છે. આજે 100 બિલિયન ડોલરને પાર થયો છે. બે વર્ષમાં ભારતમાં ઈલેક્ટ્રોનિક નિકાસ પણ બમણી થઈ છે. જે દેશ ક્યારેક મોબાઈલ ફોનનું આયાતકાર હતું જે હાલ દુનિયાના બેસ્ટ મોબાઈલ ફોન બનાવીને નિકાસ કરે છે. કેટલાક સેક્ટરમાં ગ્રોથ અનેક ગણી વધારે છે. 2014 પહેલા ભારતમાં બે મોબાઈલ ફોન મેન્યુફેક્ચરીંગ યુનિટ હતા. આજે 200થી વધારે છે. બ્રોડબેન્ડ કનેક્ટિવિટી મામલે આજે ભારતમાં 80 કરોડથી વધારે વપરાશકાર છે. 2014માં 25 કરોડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી હતા. આજે આ આંકડો વધીને 85 કરોડ થઈ છે. આ માત્ર ભારતની સફળતા નથી કહેતા, આ આંકડો સેમિકોન ઈન્ડસ્ટ્રીઝ માટે મહત્વના છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વને પણ આજે વિશ્વાસુ ચિપ્સ સપ્લાયરની જરૂર છે. ભારત પર દુનિયાનો વિશ્વાસ વધી રહ્યો છે. ભારત પર રોકાણકારોનો વિશ્વાસ વધી રહ્યો છે. ઉદ્યોગ જગતને ભારત પર વિશ્વાસ છે. ભારતમાં ટેક્નોલોજીનો ઝડપથી વિસ્તાર થઈ રહ્યો છે. સેમિ કંડક્ટર સેક્ટરને ભારત પર વિશ્વાસ છે. ભારત પોતાની વૈશ્વિક જવાબદારીને સારી રીતે જાણે છે. ભારત પર ઉદ્યોગ જગતને ભરોસો છે, કારણ કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. ભારતમાં સ્કીલ એન્જિનિયર હોવાથી સેમિ કન્ડક્ટર ઈન્ડસ્ટ્રીઝને ભારત ઉપર વિશ્વાસ છે. 300થી વધુ કોલેજોમાં એવી ઓળખ બતાવવા પ્રયાસ કરી રહ્યા છીએ કે, સેમિ કન્ડક્ટરનો કોર્સ ભણવવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં 1 લાખ ડિઝાઇન એન્જિનિયર બનશે. જેથી સેમિકોન ઇન્ડિયાથી વિશ્વને આત્મવિશ્વાસ વધશે. અમે સમગ્ર દુનિયા માટે ભારતનું સામર્થ વધારવા માંગીએ છે. જેમાં તમારુ માર્ગદર્શનનું સ્વાગત છે. ભારત સરકાર તમારી સાથે છે.  દુનિયાના સૌથી ઓછા કોર્પોરેશન ટેક્સમાંનો ભારત એક દેશ છે. સરકારે સ્પેશલ ઈન્સેન્ટિવ પણ આપ્યું છે. સેમી કંડક્ટર સેક્ટર માટે ભારતે રેડ કાર્પેટ પાધર્યુ છે. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code