OYOના સ્થાપક રિતેશ અગ્રવાલે પોતાના લગ્નમાં PM મોદીને આપ્યું આમંત્રણ
- યોયોના સ્થાપક રિતેશ અગ્રવાલ પીએમ મોદીને મળ્યા
- પોતાના લગ્નનું આપ્યું આમંત્રણ
દિલ્હીઃ- યોયોના સ્થાપક રિતેશ અગ્રવાલ તાજેતરમાં જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા તેમણે સોશિયલ મીડિયા પર આ ફોટોઝ પણ શેર કર્યા હતા વાત જાણે એમ છે કે OYO ના સ્થાપક અને સીઈઓ રિતેશ અગ્રવાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના લગ્નમાં આમંત્રણ આપવા માટે મળ્યા હતા.
https://www.instagram.com/riteshagar/?utm_source=ig_embed&ig_rid=07d198d3-73cf-4d4c-b0a0-172f257dff8c
રિતેશ અગ્રવાલ એકલાજ નગહી પરંતુ તેમની માતા અને મંગેતર પણ સાથે હતા. 29 વર્ષીય આ ઉદ્યોગસાહસિક આ વર્ષે માર્ચમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. રિતેશ અગ્રવાલે મીટિંગની કેટલીક ફોટો પણ શેર કર્યા છે. જેમાં એક ફોટોમાં એમ લખવા માં આવ્યું છે કે કપલ ‘નવી શરૂઆત’ માટે તેમના આશીર્વાદ લેવા માટે પીએમના પગને સ્પર્શ કરતા પણ જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે રિતેશ અગ્રવાલ દેશના સૌથી યુવા અબજપતિઓમાંના એક છે. જ્યારે તેઓ માત્ર 19 વર્ષના હતા ત્યારે તેમણે OYO ની સ્થાપના કરી હતી. ઓયો હવે 80 દેશોના 800 થી વધુ શહેરોમાં કાર્યરત છે અને તેને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી હોટેલ ચેઈન્સમાંની એક ગણવામાં આવે છે.જ્યારે હવે રિતેશ અગ્રવાલ લગ્ન કરવા જઈ રહ્યા એછ તો પ્રધાનમંત્રી ને પણ તેઓએ આમંત્રણ આપ્યું છે.