ગુજરાતના મુખ્ય સચિવ તરીકે એમ કે દાસની નિયુક્તિ, પંકજ જોશી શુક્રવારે નિવૃત થશે

એમ કે દાસ હાલ CMOમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે, એમ કે દાસ 1990 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારી છે, એમ કે. દાસે IIT ખડગપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક. (ઓનર્સ) ડિગ્રી મેળવી છે અમદાવાદઃ ગુજરાતના મુખ્ય સચિવ પંકજ જોશી આગામી તા.31મી ઓક્ટોબરે નિવૃત થઈ રહ્યા છે. તેમના સ્થાને વરિષ્ઠ IAS અધિકારી એમ.કે. […]

અમદાવાદમાં 47 વોર્ડમાં કૂલ 9.91 લાખ વૃક્ષો નોંધાયા, નવરંગપુરામાં સૌથી વધુ

અમદાવાદમાં વર્ષ 2012માં 6.18 લાખ વૃક્ષો નોંધાયા હતા, શહેરના ગ્રીન કવર વિસ્તારમાં થયો વધારો, ખાડિયામાં 782 અને કૂબેરનગરમાં માત્ર 209 વૃક્ષો અમદાવાદઃ શહેરમાં વૃક્ષોથી આચ્છાદિત કરીને ગ્રીન કવર વધારવા માટે દર વર્ષે વૃક્ષારોપણ કરવામાં આવે છે. શહેરમાં હાલ વૃક્ષોની ગણતરી કરવામાં આવી છે. શહેરમાં 9.91 લાખ વૃક્ષો છે. જેમાં નવરંગપુરા વોર્ડમાં સૌથી વધુ 1.80 લાખ […]

ભારતમાં SJ-100 પેસેન્જર વિમાનનું ઉત્પાદન થશે

નવી દિલ્હીઃ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અને રશિયાની જાહેર સંયુક્ત સ્ટોક કંપની, યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશને SJ-100 નાગરિક વિમાનના ઉત્પાદન માટે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને કંપનીઓએ આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. Hal ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની ઉડ્ડયન કંપની છે. HAL ભારતીય વાયુસેના માટે આધુનિક ફાઇટર વિમાનનું પણ ઉત્પાદન કરે છે. […]

અમદાવાદના ઘાટલોડિયામાં દવા નાંખેલા તલ ખાધા બાદ યુવતીનું મોત

તલમાં જીવાંત ન પડે તે માટે જંતુનાશક દવા નાંખવામાં આવી હતી, યુવતીને ભૂખ લાગતા ડબ્બો ખોલીને તલ ખાતા ઊલટીઓ થવા લાગી, યુવતીને હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરે મૃત જાહેર કરી અમદાવાદઃ અનાજ ન બગડે તે માટે જંતુનાશક દવા કે ટિકડીઓ પોટલીમાં બાંધીને અનાજમાં મુકવામાં આવતી હોય છે. ત્યારે ઘાટલોડિયા વિસ્તારમાં એક પરિવારે તલ ન બગડે તે […]

ગુજરાતમાં 170 તાલુકામાં માવઠુ, રાજુલામાં 4 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો

અમરેલી જિલ્લામાં વીજ પોલ ધરાશાયી થતાં વીજળી પુરવઠો ખોરવાયો, ધારતવાડી નદીમાં બોલેરોકાર તણાઈ, ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે સહિત અનેક રસ્તાઓ બંધ અમદાવાદઃ અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. આજે સોમવારે બપોર સુધીમાં 170 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં અમરેલીના રાજુલામાં સાડા છ ઈંચ, લીલીયામાં સાડા ચાર ઈંચ, ગીર ગઢડા અને […]

અમદાવાદના જમાલપુરમાં ફટાકડા ફોડવાની બાબતે પરિવાર પર હુમલો, ત્રણ ઘવાયા

દિવાળી સમયે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઈ હતી, જેની અદાવતમાં બીજા દિવસે હુમલો કરાયો, ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી, અમદાવાદઃ રાજ્યમાં ફટાકડા ફોડવાની બાબતે મારામારીના અનેક બનાવો બન્યા છે. જેમાં અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં મહાજનના વંડામાં મારામારીની ઘટના બની હતી. મહાજનના વંડામાં રહેતા પુશાજી પરમાર અને તેમના પરિવાર પર હુમલો કરવામાં […]

અમદાવાદમાં જાહેર રોડ પર પાઈપમાં ફટાકડા ફોડતા પાઈપ વાગવાથી સગીરાનું મોત

અમદાવાદના ન્યુ રાણીપના ચેનપુર પાસે બન્યો બનાવ, ત્રણ સગીરો દ્વારા લોખંડની પાઈપમાં ફટાકડા મુકીને ફોડતા હતા, ફટાકડા ફુટતા પાઈપ ઉછળીને રોડ પર જઈ રહેલી યુવતીના કપાળમાં અથડાઈ અમદાવાદઃ શહેરમાં દિવાળી અને ભાઈબીજના દિને જાહેર રસ્તાઓ પર રાતભર ફટાકડા ફુટતા રહ્યા અને પોલીસ મુક પ્રેક્ષક બનીને બેઠી હતી. ત્યારે શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં ચેનપુર પાસે પટેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code