બાંગ્લાદેશમાં હિન્દુ મહિલા ઉપર ત્રાસ ગુજારાયો, ગેંગરેપનો પણ આરોપ

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં ઝેનૈદાહ જિલ્લાના કાલીગંજ ઉપ-જિલ્લામાં એક હિન્દુ મહિલાએ તેની પર ત્રાસ ગુજારવાનો અને સામૂહિક દૂષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પોલીસે જણાવ્યું કે મહિલાએ 5 જાન્યુઆરીએ કાલીગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. આરોપીઓમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન ગઇકાલે સાંજે જેસોરના મોનીરામપુર ઉપજિલ્લામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા એક હિન્દુ વેપારીની જાહેરમાં […]

ગુજરાતઃ શહેરી વિસ્તારોના જળ સંસાધનોમાં 92.97 MLDનો  વધારો

ગાંધીનગર, 06 જાન્યુઆરી, 2026: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં દૈનિક પાણી પુરવઠો અને સલામત પીવાના પાણીની સમાન પહોંચ સુનિશ્ચિત કરીને રાજ્યને ટકાઉ શહેરી પાણી વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય મોડેલ તરીકે સ્થાપિત કરવાની નેમ રાખે છે. આ જ ઉદ્દેશ્યથી શહેરી વિકાસ વર્ષ 2025 દરમિયાન રાજ્યના શહેરી વિસ્તારોના જળ સંસાધનોમાં 92.97 MLDનો […]

ગુજરાતના 3691 નવનિયુક્ત આંગણવાડી કાર્યકરોની બે દિવસીય તાલીમ સંપન્ન

ગાંધીનગર, 6 જાન્યુઆરી 2026 : બાળકોના સર્વાંગી વિકાસ તથા તેમને વધુ સુપોષિત બનાવવાના ઉમદા ઉદ્દેશથી આઈ.સી.ડી.એસ. યોજના હેઠળ રાજ્યભરમાં આંગણવાડીઓ કાર્યરત કરવામાં આવી છે. બાળકોના ભવિષ્યને પાયાથી જ વધુ મજબૂત કરવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ૯,૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ નવનિયુક્ત કર્મચારીઓ આઈ.સી.ડી.એસ. યોજનાના […]

JNU માં પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કરાયાં

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: દેશની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU) એકવાર ફરી ગંભીર વિવાદોને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. કેમ્પસમાં આયોજિત એક વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ અત્યંત વાંધાજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપે ડાબેરી સંગઠનો પર આકરા પ્રહારો કર્યા છે. […]

અમદાવાદ: સી.જી. રોડ પર સ્પીડના શોખે માસૂમનો જીવ લીધો, સ્પોર્ટ્સ બાઈકે શ્રમિક યુવકને કચડ્યો

અમદાવાદ, 5 જાન્યુઆરી 2026: શહેરના પોશ ગણાતા સી.જી. રોડ પર મોડી રાત્રે ‘મોતના તાંડવ’ જેવી ઘટના સામે આવી છે. મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઈક લઈને સ્ટંટ અને સ્પીડના ક્રેઝમાં નીકળેલા એક નબીરાએ રસ્તો ઓળંગી રહેલા 2 વર્ષીય આશાસ્પદ શ્રમિક યુવકને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું […]

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશ ભારતમાં વર્લ્ડ કપ મેચ નહીં રમે!

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ પુષ્ટિ આપી છે કે બાંગ્લાદેશ 2026 T20 વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ કરશે નહીં. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 પહેલા કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ટીમમાંથી મુસ્તફિઝુર રહેમાનને બાકાત રાખવાના વિવાદ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીબીએ ટીમના ભારત પ્રવાસ ન કરવાના નિર્ણય પાછળ સુરક્ષા […]

ગુજરાતમાં અનેક સ્થળોએ લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ મહેમાન બન્યાં

ખિજડીયા પક્ષી અભયારણ્યમાં 334 પ્રજાતિઓના ત્રણ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા નળ અને થોળ પક્ષી અભયારણ્યમાં અંદાજે કુલ 4.67 લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા વઢવાણા વેટલેન્ડ વિસ્તારમાં 54 હજારથી વધુ પક્ષીઓ નોંધાયા ગાંધીનગર 4 જાન્યુઆરી 2026: Lakhs of migratory birds became guests in Gujarat સમગ્ર વિશ્વમાં આશરે ૯,૦૦૦ જેટલા વિવિધ જાતિના પક્ષીઓમાંથી ૧,૨૦૦ જાતિના પક્ષીઓ ભારતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code