નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલામાં સંડોવણીને લઈને પાકિસ્તાન અને લશ્કર-એ-તૈયબા પહેલાથી ઈન્કાર કરી રહ્યાં હતા. જો કેસ ઓપરેશન મહાદેવ દરમિયાન ઠાર મરાયેલા પહેલગામ હુમલાના 3 આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાની હોવાના પુરાવા મળ્યાનું જાણવા મળે છે. એટલું જ નહીં 3 પૈકી એક આતંકવાદી હમજા અફઘાની ઉર્ફે બબીબ તારિકનો લશ્કર-એ-તૈયબાના હેડક્વાર્ટરમાં તાલીમ લેતો વીડિયો પણ સામે આવ્યાનું જાણવા મલે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય સેના સાથેની અથડામણમાં પહેલગામ હુમલામાં સંડોવાયેલા સુલેમાન શાર ઉર્ફે ફેઝલ જટ્ટ, હમજા અફઘાની અને ઝિબ્રાનને ઠાર મરાયાં હતા. ત્રણ પૈકી બે આતંકવાદીઓના પાકિસ્તાની કોમ્પ્યુરાઈઝ નેશન આઈડેંટિટી કાર્ડ (સીએનઆઈસી) તપાસનીશ એજન્સીને મળી આવ્યાં બહતા. બેસરાન ઘાટીમાં હુમલો કરનારા આતંકવાદી ગ્રુપના લીડર સુલેમાન શાર ઉર્ફે ફૈઝલ જટ્ટનું પાકિસ્તાની આઈડેટિંટી કાર્ડ મળી આવ્યું છે, તેનું અસલી નામ બિલાલ અફઝલ હોવાનું અને પાકિસ્તાનના લાહોરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાની નેશનલ ડેટાબેઝ એન્ડ રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા તેને વર્ષે 2019માં કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. તેમજ તેના પિતાનું નામ મોહમ્મદ અફજલ ખાન છે.
આ ઉપરાંત અન્ય આતંકવાદી અફઘાનનું પાકિસ્તાની સીએનઆઈસી કાર્ડ મળ્યું છે. જે પાકિસ્તાન નેશનલ ડેટાબેઝ એન્ડ રજિસ્ટ્રેશન ઓથોરિટીએ વર્ષ 2016માં ઈશ્યું કર્યું હતું. તેમજ પીઓકેનો રહેવાસી હોવાનું સામેલ આવ્યું છે. તેમજ તૈયબાનો આતંકવાદી બનતા પહેલા અફઘાની યાસીન મલિકના સંગઠન જેકેએલએફના વિદ્યાર્થી સંગઠન એસએલએફના રાવલ કોટનો અધ્યક્ષ હતો. હબીબ તાહિર ઉર્ફે હમજા અફઘાની કોલેજમાં અભ્યાસ દરમિયાન એસએલએફનો કાર્યકર હતો. ત્યારે પીઓકેમાં લશ્કર-એ-તૈયબાનો ડેપ્ટી ચીફ રિઝવાન હનીફ અને લશ્કર-એ-તૈયબાનો પીઓકે ચીફ મુફ્તી અબુ મુસાના સંપર્કમાં આવ્યો હતો. તેમજ મૂસા અને રિઝવાને જ તેને લશ્કર-એ-તૈયબાના મુરીદકે સ્થિત હેડક્વાર્ટ મરકઝ તૈયબામાં એક મહિનાની તાલીમ માટે મોકલ્યો હતો. જ્યાં તેણે હથિયાર ચલાવતા, ઘોડાસવાર અને સ્વીમીંગની ટ્રેનીંગ લીધી હતી. અફઘાનનો વીડિયો પણ તે જ સમયનો હોવાનું જાણવા મળે છે.

