
પીએમ શરિફની સરકાર મનહુસ હોવાથી ભારત સામે પાકિસ્તાનનો પરાજય થયોઃ પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી
નવી દિલ્હીઃ દુબઈમાં એશિયા કપ 2022ની બીજી મેચમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યા બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ મંત્રી અને પીટીઆઈ નેતા ચૌધરી ફવાદ હુસૈને હાર માટે શાહબાઝ શરીફની આગેવાનીવાળી સરકારને જવાબદાર ઠેરવી હતી. પાકિસ્તાનના પૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રીએ ટ્વિટર પર લખ્યું કે દુબઈમાં મેચ હારવી એ ટીમની ભૂલ નથી, હાલની સરકારની મનહુસ છે.
ફવાદ હુસૈને ટ્વીટ કરીને કહ્યું, “તે ટીમની ભૂલ નથી, આયાતી સરકાર મનહુસ છે. પાકિસ્તાન સરકારની તેના ખેલાડીઓ પ્રત્યેની બેદરકારીને લઈને ઘણા અહેવાલો સામે આવી રહ્યા છે. એશિયા કપની ભારત અને પાકિસ્તાનની રવિવારે ક્રિકેટ મેચ રમાઈ હતી. બંને દેશ વચ્ચે રમાયેલા આ હાઈપ્રોફાઈલ મેચને નિહાળવા માટે સંખ્યામાં દુબઈના સ્ટેડિયમમાં ઉમટી પડ્યાં હતા. તેમજ ક્રિકેટ પ્રેમીઓએ ટીવી ઉપર આ મેચની નિહાળી હતી.પાકિસ્તાને પાંચ વિકેટ પરાજય આપ્યા બાદ ટીમ ઈન્ડિયાની જીતની દેશના વિવિધ શહેરો-નગરોમાં ઉજવણી પણ કરવામાં આવી હતી.