1. Home
  2. ગુજરાતી
  3. ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે બંધ છે થાર એક્સપ્રેસ, હિંગળાજ શક્તિપીઠની યાત્રા અટકી
ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે બંધ છે થાર એક્સપ્રેસ, હિંગળાજ શક્તિપીઠની યાત્રા અટકી

ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે બંધ છે થાર એક્સપ્રેસ, હિંગળાજ શક્તિપીઠની યાત્રા અટકી

0
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને કારણે થાર એક્સપ્રેસ બંધ
  • નવરાત્રિમાં હિંગળાજ માતાના દર્શને જનારા ભક્તો નિરાશ

ભારત અને પાકિસ્તાનમાં તણાવને કારણે બંધ થયેલી થાર એક્સપ્રેસને કારણે હિંગળાજના ભક્ત આ વખતે નવરાત્રિમાં પાકિસ્તાન જઈ શક્યા નથી. નવરાત્રિમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, કેરળ સહીત અન્ય રાજ્યોના હિંગળાજ માતાના ઉપાસક પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં શક્તિપીઠના દર્શન કરવા માટે ગત 13 વર્ષોથી સતત જઈ રહ્યા છે, પરંતુ હવે આ સિલસિલો થંભી ગયો છે.

હિંગળાજના ભક્તો માટે થાર એક્સપ્રેસ સરળ અને સુગમ સાધન રહ્યું છે. નવરાત્રિમાં શક્તિપીઠના દર્શન કરવા માટે આ ટ્રેનથી આવાગમન થતું હતું. પરંતુ આ વર્ષે થાર એક્સપ્રેસ બંધ છે. તેવામાં ભક્ત નવરાત્રિમાં હિંગળાજ શક્તિપીઠ જઈ શકતા નથી અને તેના કારણે તેઓ ઘણી નિરાશા અનુભવી રહ્યા છે.

ઉપાસક જણાવે છે કે પાકિસ્તાન ખાતે હિંગળાજ માતાના દર્શન માટે ભૂતપૂર્વ નાણા અને વિદેશ પ્રધાન જસવંતસિંહની સાથે ગયા હતા. તેના પછી સતત 13 વર્ષોથી હિંગળાજ માતાના દર્શન માટે તેઓ જાય છે. પરંતુ આ વખતે ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવને કારણે થાર એક્સપ્રેસનું સંચાલન કરાઈ રહ્યું નથી. જેનાથી માતાના દર્શન કરવાથી તેઓ વંચિત થઈ ગયા છે.

થાર એક્સપ્રેસથી ગત 13 વર્ષોથી સતત હિંગળાજ માતાના દર્શન માટે આવાગમન કરનારા ઉપાસકોનો આ વખતે યાત્રાનો ક્રમ તૂટયો છે. સતત આવાગમન કરનારા ભક્તો આ વખતે હિંગળાજ માતાના દર્શન કરી શક્યા નથી અને તેનો તેમને હ્રદયમાં વલોપાત છે. નવરાત્રિ શરૂ થતા પહેલા ઉપાસક આ ટ્રેનથી હિંગળાજ માટે રવાના થઈ જતા હતા. ત્યારે મંદિરમાં અનુષ્ઠાનમાં સામેલ થતા તથા તેઓ થાર એક્સપ્રેસથી પાછા પણ ફરતા હતા. સાપ્તાહિક ચાલનારી થાર એક્સપ્રેસના સંચાલન પ્રમાણે જ હિંગળાજ ભક્ત પોતાના આવાગમનનો કાર્યક્રમ બનાવતા હતા.

થાર એક્સપ્રેસ બંધ થવાથી હિંગળાજ માતાના દર્શન માટે આવાગમન કરનારા ઉપાસકોનો જ સિલસિલો તૂટયો નથી, પરંતુ સિંધ અને હિંદનો રોટી-બેટીનો જે નાતો હતો, તે પણ કપાઈ ગયો છે. લોકો પોતાના સગાને મળવા માટે થાર એક્સપ્રેસના ફરીથી શરૂ થવાની આશા લગાવીને બેઠા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.