
- પાકિસ્તાની સેનાએ સામ્બા જિલ્લાના સંગવાલી ગામમાં કર્યો ભીષણ ગોળીબાર
- ફાયરિંગ બાદ સંગવાલી ગામમાં ઘણાં મોર્ટાર શેલ કરવામાં આવ્યા જપ્ત

નિયંત્રણ રેખા પર પાકિસ્તાન પોતાની કાયરતાપૂર્ણ હરકતથી બાજ આવી રહ્યું નથી. પાકિસ્તાને સોમવારે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના પુંછમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. તો ભારતીય સેનાએ પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે.
આના પહેલા પાકિસ્તાની સેનાએ સામ્બા જિલ્લાના સંગવાલી ગામમાં ભારે ગોળીબાર કર્યો અને મોર્ટાર શેલિંગ કર્યું છે. આ કારણે ગામના લોકોએ સુરક્ષિત સ્થાનો પર પનાહ લીધી છે. ફાયરિંગ બાદ ગામમાં ઘણાં મોર્ટાર શેલ જપ્ત કરવામાં આવ્યા હતા.
Jammu & Kashmir: Three mortar shells found near Sangwali village in Samba pic.twitter.com/1d4o46l0L8
— ANI (@ANI) October 7, 2019
આના પહેલા રવિવારે પણ પાકિસ્તાને યુદ્ધવિરામ ભંગ અને પુંછ જિલ્લામાં એલઓસી પર ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાને ઉશ્કેરણી વગર ગોળીબાર કર્યો છે. પાકિસ્તાની ફાયરિંગનો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે.
આના પહેલા શનિવારે મોડી રાત્રે પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. પાકિસ્તાને પુંછ જિલ્લામાં અંકુશ રેખા પર ગોળીબાર કર્યો હતો. તો શુક્રવારે સાંજે પણ સીમાપારથી ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાન તરફથી આ ગોળીબાર કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની રેન્જર્સે શુક્રવારે સાંજે સતત ફાયરિંગ કર્યું અને નાગરિક ક્ષેત્રોને પણ નિશાન બનાવ્યા હતા.