
નવી દિલ્હીઃ આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં સુપર 12માં ટીમ ઈન્ડિયાએ ચાર મેચમાં જીતીને પોતાના ગ્રુપમાં ટોપ રહી હતી. આ ચાર મેચમાં ટીમના અન્ય ખેલાડીઓની સરખામણીએ વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યાકુમાર યાદવ અને વિરાટ કોહલીએ વધારે રન ફટકાર્યાં છે. દરમિયાન પાકિસ્તાનના બોલિંગ કોચ ટ્વીટ કરીને વિરાટ અને સુર્યાકુમાર સિવાયની ટીમ ઈન્ડિયાની સરખામણી પાકિસ્તાન સાથે કરી હતી.
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022માં સુપર 12નો તબક્કો પૂરો થઈ ગયો છે અને હવે સેમીફાઈનલની રેસ શરૂ થઈ ગઈ છે. ચાર ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ છે, જેમાં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડનો સમાવેશ થાય છે. પાકિસ્તાન સેમીફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે પરંતુ હજુ પણ કોચ અને ટીમનું ગૌરવ દેખાતું નથી.
Only Virat Kohli and Surya Kumar Yadav is making difference in Indian team. If you remove them, then Indian batting order is same like Pakistan.
— Shaun Tait 🇦🇺 (@shauntait161) November 6, 2022
સેમીફાઈનલમાં પાકિસ્તાનના પ્રવેશ બાદ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી અને પાકિસ્તાનના બોલિંગ કોચ શોન ટેટનો ઉત્સાહ ઘણો વધારે છે અને તેમને પોતાની ટીમમાં પણ ઘણો વિશ્વાસ છે. તેમણે હાલમાં જ કેટલીક ટ્વિટ કરી છે અને ભારત-પાકિસ્તાનની ટીમની સરખામણી પણ કરી છે. ટાઈટે ટ્વીટમાં લખ્યું છે કે ‘જો કોઈ ભારતીય ટીમને પાકિસ્તાન કરતા વધુ સારી બનાવે છે તો તે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ છે. આ બંને ખેલાડીઓને બહાર કાઢો અને જુઓ તો ભારતનો બેટિંગ ઓર્ડર પણ પાકિસ્તાન જેવો જ છે.