Site icon Revoi.in

ઓપરેશન સિંદૂરનો બદલો લેવા પાકિસ્તાનના આતંકવાદી સંગઠને આપી ધમકી

Social Share

નવી દિલ્હીઃ ભારતના ઓપરેશન સિંદૂર પછી, અલ-કાયદાની ભારતીય ઉપખંડ શાખા (AQIS) એ એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન પર ભારતના હુમલાનો જવાબ આપવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “6 મે, 2025ની રાત્રે, ભારતની ‘ભગવા સરકારે’ પાકિસ્તાનમાં છ સ્થળોએ હુમલો કર્યો હતો. મસ્જિદો અને વસાહતોને ખાસ નિશાન બનાવવામાં આવી હતી. આમાં ઘણા મુસ્લિમો શહીદ થયા અને ઘાયલ થયા છે. આપણે અલ્લાહના છીએ અને તેની પાસે પાછા ફરીશું.

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ પ્રવાસીઓને ધર્મ પૂછીને તેમના પરિવારજનો સામે જ ગોળીમારીને હત્યા કરી હતી. આ આતંકવાદી હુમલામાં 26 વ્યક્તિઓના મોત થયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં રોષ ફેલાયો હતો અને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠી હતી. બીજી તરફ પાકિસ્તાન તરફથી સતત પરમાણુ બોમ્બની ધમકી આપવામાં આવતી હતી. દરમિયાન ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. ભારતીય સુરક્ષાદળોએ નવ આતંકવાદી અડ્ડા ઉપર હુમલો કર્યો હતો. જેમાં 100 જેટલા આતંકવાદીઓને ઠાર મરાયા હોવાનું જાણવા મળે છે.