1. Home
  2. ગુજરાતી
  3. હવે ધરે બેઠા જ બની જશે પાસપોર્ટ,આ રહી તેની સરળ રીત
હવે ધરે બેઠા જ બની જશે પાસપોર્ટ,આ રહી તેની સરળ રીત

હવે ધરે બેઠા જ બની જશે પાસપોર્ટ,આ રહી તેની સરળ રીત

0
Social Share
  • પાસપોર્ટ બનાવવો હવે સરળ
  • માત્ર 10-15 દિવસમાં મળી જશે પાસપોર્ટ
  • આ રહી તેની સરળ રીત

મોટાભાગના લોકો પાસપોર્ટ બનાવતા હોય છે તેની પાછળનું કારણ હોય છે કે તેને વિદેશમાં અભ્યાસ માટે જવું હોય અથવા ત્યાં ફરવા કે વેપાર-ધંધા માટે જવું હોય. આ મોટાભાગના લોકોને જાણ હોતી નથી કે પાસપોર્ટ કેવી રીતે કઢાવવો.. પણ હવે તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે માત્ર પાંચ સ્ટેપને ફોલો કરવાથી પાસપોર્ટ તમારા હાથમાં 10થી 15 દિવસમાં આવી જશે.

સૌથી પહેલા જે સ્ટેપ લેવાનું છે છે કે પાસપોર્ટ સેવા https://portal1.passportindia.gov.in/ પર જવું પડશે. અહીં હોમ પેજ પર New User Registration માટે આપેલી લિંક પર ક્લિક કરો.

આ પછી સ્ક્રીન પર તમને ડાબી બાજુનો વિકલ્પ દેખાશે. હવે એક નવી વિન્ડો ઓપન થશે. અહીં પૂછવામાં આવેલી તમામ વિગતોને ભરો અને Captcha કોડને એન્ટર કરો અને રજીસ્ટર બટન પર ક્લિક કરો.

આટલું કર્યા પછી User Login નાં વિકલ્પ પર જાઓ. અહીંયા રજીસ્ટ્રેશન સમયે બનાવેલ લોગ ઇન ID ની મદદથી લોગ ઇન કરો અને ‘Apply for Fresh Passport and Re-Issue of Passport’ માટે આપેલી લિંક પર ક્લિક કરો.

તમામ પ્રકારના સ્ટેપ ફોલો કર્યા પછી માંગવામાં આવેલી તમામ વિગતોને ભરો અને પે એન્ડ શેડ્યૂલ પર ક્લિક કરો. ત્યાર બાદ તમારી અનુકૂળતા મુજબ પાસપોર્ટ ઓફિસ જવા માટે તારીખને પસંદ કરો. ત્યાર બાદ તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો.

આ તમામ પ્રકારના પગલા ભર્યા પછી હવે Print Application Receipt પર ક્લિક કરીને રસીદ ડાઉનલોડ કરવાની રહેશે. જે દિવસે તમારી એપોઇન્ટમેન્ટ હોય તે દિવસે તમારા અસલ દસ્તાવેજો સાથે રાખી તે સ્થળે પહોંચી જાવ, દસ્તાવેજ અને પોલીસ વેરિફિકેશનની તારીખથી 15-20 દિવસમાં તમારો પાસપોર્ટ તમારા ઘરે ટપાલ દ્વારા પહોંચી જશે

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code