Site icon Revoi.in

અમેરિકા અને ઇઝરાયલી વડાઓ વચ્ચેની બેઠક બાદ ગાઝા સંઘર્ષના અંત માટે શાંતિ યોજના જાહેર કરાઈ

Social Share

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ વચ્ચેની બેઠક બાદ વ્હાઇટ હાઉસે બે વર્ષ જૂના ગાઝા સંઘર્ષનો અંત લાવવા માટે શાંતિ યોજના જાહેર કરી છે. જો બંને પક્ષો આ દરખાસ્ત સાથે સંમત થાય છે તો 72 કલાકની અંદર, બધા બંધકો, જીવંત અને મૃતકો, પરત કરવામાં આવશે.

એકવાર બધા બંધકોને મુક્ત કરવામાં આવે, પછી ઇઝરાયલ 250 આજીવન કેદની સજાના કેદીઓને મુક્ત કરશે અને 7 ઓક્ટોબર 2023 પછી અટકાયતમાં લેવામાં આવેલા એક હજાર 700 ગાઝા વાસીઓને મુક્ત કરશે. શાંતિ યોજનામાં ગાઝાને એક કટ્ટરપંથી અને આતંકવાદ મુક્ત ક્ષેત્ર બનાવવાનો સમાવેશ થાય છે.

ગાઝાના લોકોના લાભ માટે તેનો પુન:વિકાસ કરવામાં આવશે, જો બંને પક્ષોની સહમતી સાથે આ યુદ્ધ તાત્કાલિક સમાપ્ત થઈ જશે. આ સમય દરમિયાન, હવાઈ અને તોપખાનાના બોમ્બમારા સહિત તમામ લશ્કરી કામગીરી સ્થગિત કરાશે. ગાઝા છોડવા માંગતા હમાસના સભ્યોને અન્ય દેશમાં જવા માટે સંપૂર્ણ સુરક્ષિત માર્ગ પૂરો પાડવામાં આવશે.