1. Home
  2. ગુજરાતી
  3. મગફળી અને બદામ,જો તેને યોગ્ય રીતે ખાવ તો સ્વાસ્થ્ય માટે છે જોરદાર ફાયદાકારક
મગફળી અને બદામ,જો તેને યોગ્ય રીતે ખાવ તો સ્વાસ્થ્ય માટે છે જોરદાર ફાયદાકારક

મગફળી અને બદામ,જો તેને યોગ્ય રીતે ખાવ તો સ્વાસ્થ્ય માટે છે જોરદાર ફાયદાકારક

0
Social Share

દરેક આહાર કે જેમાં ફળ-ફ્રુટ-શાકભાજી તમામ વસ્તુ આવી ગઈ, જો તેને યોગ્ય પ્રમાણમાં ખાવામાં આવે અથવા તેનું સેવન કરવામાં આવે તો તે શરીર માટે અનેક રીતે ઉપયોગી અને ફાયદાકારક સાબીત થઈ શકે છે. આવામાં જો વાત કરવામાં આવે મગફળી અને બદામની તો આ બંન્ને માતો એવા ગુણ છે કે જેનાથી જોરદાર ફાયદા શરીરને થઈ શકે છે.

જો વાત કરવામાં આવે મગફળીથી થતા ફાયદા વિશેની તો મગફળી કેન્સરનું જોખમ ઘટાડે છે, બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે, શરીરની બળતરા ઓછી કરે છે અને મુઠ્ઠીભર મગફળી ખાવાથી પાચનક્રિયા ઝડપી બને છે. વિટામિન B, થાઇમીન, વિટામિન B6, B9 સહિત ખનિજો, પોષણના તમામ ગુણો હોય છે. જે શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતું છે. મગફળી અને બદામ બંને ખાવાથી શરીરને પોષક તત્વો મળે છે. બંનેનું સંતુલિત માત્રામાં સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

હવે જો વાત કરવામાં આવે બદામથી થતા ફાયદાની તો બદામ ખાવાથી હૃદય રોગ, કેન્સર અને ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે. બદામ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. બદામ ખાવાથી મગજ તેજ બને છે. બદામ વાળ સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાને દૂર કરે છે. બદામમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. આ સિવાય તેમાં પ્રોટીન, વિટામિન ઈ, કોપર, ફોસ્ફરસની સાથે મેગ્નેશિયમ પણ હોય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code