Site icon Revoi.in

ગાંજાની હેરાફેરી માટે હવે પેડલરોએ અજમાવી નવી તરકીબ, નારિયળની નીચે છુપાવ્યો હતો ગાંજો

Social Share

હૈદરાબાદઃ તેલંગાણા પોલીસે રાચકોંડા નાર્કોટિક્સ પોલીસ સ્ટેશન અને ખમ્મમ વિંગની ઈલિટ એક્શન ગ્રુપ ફોર ડ્રગ લૉ એન્ફોર્સમેન્ટ (EAGLE) ટીમ દ્વારા રામોજી ફિલ્મ સિટી, પેડ્ડા અંબરપેટ નજીક એક DCM વાહનને રોકી 401.467 કિગ્રા ગાંજા કબજે કર્યો અને ત્રણ તસ્કરોને ધરપકડ કરી છે.

ગાંજાનો જથ્થો રાજસ્થાન રાજ્યમાં મોકલવાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. પોલીસે જણાવ્યું કે આ તસ્કરો રાજસ્થાનના રહીશ છે અને વિઝાકાપટ્ટણમમાંથી ગાંજો લઈને જઈ રહ્યા હતા. ગાંજાને નારિયલના ભાર નીચે છુપાવવામાં આવ્યો હતો. આ નેટવર્ક રાજસ્થાનના ચિત્તૌડગઢના ઓમ બિશ્નોઇ દ્વારા સંચાલિત હતું, જેને અગાઉ ઓડિશાના જગદલપુરમાં ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલિસે જણાવ્યું કે, ઓમ બિશ્નોઇએ રાજમુન્દરીના શિદ્ધાર પાસેથી ગાંજાનો જથ્થો ખરીદી અને રાજસ્થાનમાં વેચવાની યોજના બનાવી હતી. એના સહયોગીઓ ચોટૂ નારાયણ નલાયક, પુષ્કર રાજ નલાયક, કિશન લાલ નલાયક અને પરમેશ્વર પણ જોડાયેલા હતા. વિજયવાડા હાઈવે પર અબ્દુલ્લાપુરમેટ એક્સ રોડ નજીક ટીમે બંને વાહનોને રોકી કાર્યવાહી કરી હતી. પોલીસે એક વેન, એક કાર, 5 મોબાઇલ અને 401.467 કિગ્રા ગાંજા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version