Site icon Revoi.in

મોબાઈલ ફોન ઝૂંટવીને કપિરાજ છાપરા પર ચડીને સેલ્ફી લેતા વાનરને જોવા લોકો ટોળે વળ્યાં

Social Share

પાટણ, 25 માર્ચ 2026: Monkey grabs mobile phone  જિલ્લાના સરસ્વતી તાલુકાના આધાર ગામમાં ભરતભાઈ શંકરભાઈ રાવળ રસ્તા પર હાથમાં મોબાઈલ લઈને ચાલતા જતા હતા ત્યારે એક વાનરે ભરતભાઈના હાથમાંથી મોબાઈલફોન ઝૂંટવીને છાપરા પર ચડી ગયો હતો. દરમિયાન અન્ય વાનરો પણ છાપરા પર આવી ગયા હતા. અને એક વાનર હાથમાં મોબાઈલ લઈને સેલ્ફી લેવા લાગ્યો હતો. આ દ્રશ્ય જોઈને વાનરને સેલ્ફી લેતો જોવા ગામના લોકો એકઠા થઈ ગયા હતા. દરમિયાન છાપરે ચડેલો વાનર માબાઈલફોન નીચે ફેંકે તેની રાહ લોકો જોઈ રહ્યા હતા. પણ વાનરને મોબાઈલ ફોનમાં રસ પડી ગયો હોય તેમ તે મોબાઈલ ફોનને છોડતો નહતો, આખરે ગામના વડિલોએ વાંદરાને કેટલીક ખાવાની વસ્તુઓની લાલચ આપતા મોબાઈલ ફોન નીચે ફેક્યો હતો.

સોશિયલ મીડિયાના જમાનામાં મોબાઈલ ફોનમાં સેલ્ફી લેવાનું ચલણ વધી ગયુ છે. કોઈક સરસ જગ્યા હોય કે પરિવાર, મિત્રો ભેગા થયા હોય તો સેલ્ફી તો લોકો લેતા જ હોય છે. ત્યારે પાટણના સરસ્વતી તાલુકાના આધાર ગામે માણસે નહીં પરંતુ કપિરાજે ઘરના છાપરા પર બેસીને સેલ્ફી લીધી હોવાની ઘટના સામે આવી છે. આ દ્રશ્યને કારણે સ્થાનિક લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. વાંદરો મોબાઈલ લઈને છાપરા પર બેઠો હતો તો લોકો તેને વીડિયો બનાવવા માટે નીચે ઉભા હતા. હાલ આ સમાચાર આખા તાલુકામાં ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.

પાટણના સરસ્વતી તાલુકાના આધાર ગામમાં કપિરાજે કુતૂહલ સર્જ્યું હતું. ગામના રાવળ વાસમાં ભરતભાઈ શંકરભાઈ રાવળ હાથમાં મોબાઈલ ફોન લઈને જતા હતા ત્યારે ક્યાંકથી એક તોફાની કપિરાજ કૂદતો આવ્યો અને ભરતભાઈના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને નજીકના મકાનની છત પર ચડી ગયો. આ કપિરાજ એકલો ન હતો, તેની સાથે તેની આખી ગેંગ હતી. ગામમાં આ વાત ફેલાતા જ લોકોના ટોળા ઉમટી પડ્યા. બધાને એમ હતું કે વાંદરો હમણાં ફોન નીચે ફેંકી દેશે, પણ અહીં તો દ્રશ્ય કંઈક અલગ જ હતું. કપિરાજ જાણે કોઈ પ્રોફેશનલ કન્ટેન્ટ ક્રિએટર હોય તેમ મોબાઈલને પકડીને અલગ-અલગ એંગલથી જોવા લાગ્યો. ક્યારેક તે ફોન સામે જોતો, તો ક્યારેક જાણે સેલ્ફી લેતો હોય તેમ પોઝ આપતો. તેની આ મસ્તી જોઈને ગામલોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ઘણો સમય વીતી ગયો પણ વાંદરો ફોન આપવાનું નામ નહોતો લેતો. અંતે, ગામના અનુભવીઓએ યુક્તિ અજમાવી અને વાંદરાને કેટલીક ખાવાની વસ્તુઓની લાલચ આપવામાં આવી. જે જોતાની સાથે કપિરાજે ખાવાની લાલચમાં મોબાઈલ નીચે ફેંકી દીધો અને પોતે ખાવાની વસ્તુ તરફ દોટ મૂકી. સદનસીબે મોબાઈલ સલામત હતો. પણ આધાર ગામના આ ‘ડિજિટલ કપિરાજ’ના ડ્રામાનો વીડિયો પણ વાયરલ થયો છે.

Exit mobile version