1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શહેરોના વિકાસમાં લોકોને ભાજપ પર વિશ્વાસ  છે- રાષ્ટ્રીય મેયર સમ્મેલનમાં પીએમ મોદી
શહેરોના વિકાસમાં લોકોને ભાજપ પર વિશ્વાસ  છે- રાષ્ટ્રીય મેયર સમ્મેલનમાં પીએમ મોદી

શહેરોના વિકાસમાં લોકોને ભાજપ પર વિશ્વાસ  છે- રાષ્ટ્રીય મેયર સમ્મેલનમાં પીએમ મોદી

0
Social Share
  • શહેરોના વિકાસમાં બીજેપી પર લોકોને વિશ્વાસ
  • રાષ્ટ્રીય મેયર સમ્મેલનમાં કહ્યું પીએમ મોદીએ

ગાંઘીનગરઃ–  આજરોજ મંગળવારે ગુજરાતના પાટનગર ગાંઘીનગરમાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય મેયર્સ કોન્ફરન્સને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી હતી.આ સમ્મેલનમાં પીએમ મોદીએ શહેરોના વિકાસ, મેટ્રો નેટવર્ક સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી.

આ સમ્મેલન બે દિવસ માટે આયોજીત કરવામાં આવ્યું છે.ભાજપનું આ મહાપૌર સમ્મેલન દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતુ કે  આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન આવનારા 25 વર્ષો માટે ભારતના શહેરી વિકાસનો રોડ મેપ બનાવવામાં આ સમ્મેલનની મહત્વની ભૂમિકા જોવા મળે છે.

સંબોધનની શરુઆતમાં પીએમ મોદી એમ પણ કહ્યું કે સામાન્ય નાગરિકનો સંબંધ જો સરકાર નામની કોઈપણ સિસ્ટમમાંથી આવે છે તો તે પંચાયતમાંથી આવે છે, નગર પંચાયતમાંથી આવે છે, નગરપાલિકામાંથી આવે છે, મહાનગર પાલિકામાંથી આવે છે. આથી આવી ચર્ચાઓનું મહત્વ વધી જાય છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, આપણા નાગરિકોને શહેરોના વિકાસમાં ભારતીય જનતા પાર્ટી પર વધુ વિશ્વાસ છે.અને હંમેશા આ વિશ્વાસ જાળવી રાખવો તે આપણા દરેકની જવાબદારી  છે.આ સહીત પીએમ મોદીએ કહ્યું કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ. ભાજપે જે વૈચારિક પેટર્ન અપનાવી છે, તે આપણું મોડેલ અન્ય લોકોથી આપણાને અલગ પાડે છે.

આ સાથે જ તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, વર્ષ 2014મા  આપણા દેશમાં મેટ્રો નેટવર્ક 250 કિમીથી ઓછું હતું આજે દેશમાં મેટ્રોવર્ક 775 કિલોમીટરથી વધુ થઈ ગયું છે.આ સાથે જ 1 હજાર કિમીના માર્ગ માટે પણ આગળ કાર્ય ચાલુ છે.તેમણે વધુમાં એમ પણ કહ્યું કે આજે 100થી વધુ શહેરોમાં સ્માર્ટ સુવિધાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.આ અભિયાન હેઠળ અત્યાર સુધી દેશભરમાં 75 હજાર કરોડ રુપિયાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.આ એ શહેરો છે કે જ્યા  ભવિષ્યમાં  શહરી નિયોજનમાં લાઈટ હાઉસ બનવાના છે.

પીએમ મોદીની મેયર્સને અપીલ

પીએમ મોદીએ શહેરોના મેયરને અપીલ કરી કે શહેરોમાં જે લોકો પોતાની આજીવિકા માટે આવી રહ્યા છે તેને યોગ્ય ભાડા પર ઘર મળે તે માટે મોટા સ્તર પર કાર્ય શરુ છે.અને લોકોને આ અભિયાનને ગતિ આપવા વિનંતી કરી હતી આ કાર્યોને ઝડપથીપુરા કરવામાં તમારો સહયોગ આપો.

વિકાસ યોજનાબદ્ધ અને માનવકેન્દ્રીય હોય તે જરૂરી હોવાનું પણ કહ્યું વડાપ્રધાને કહ્યું કે શહેરી ગરીબોના વિકાસ માટે 8 વર્ષમાં 2 લાખ કરોડ અપાયા છે. ઉલ્લેખનીય છે કે આ મેયર સમ્મેલનમાં   18 રાજ્યોમાંથી 118 મહાનગરોના મેયરો એ ભાગ લીધો હતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code