
દિલ્હી હાઈકોર્ટમાં ટ્વિટર વિરુદ્ધ અરજી દાખલ -ટ્વિટર પર હિન્દુ વિરોધી વલણ અપનાવવાનો આરોપ
- ટ્વિટર પર લાગ્યો આરોપ
- હિંદુ વિરોઘી વલણ અપનાવવા બાબતે અરજી દાખલ
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ટ્વિટર કોઈને કોઈ બાબતે ચર્ચામાં આવી રહ્યું છે ત્યારે ફરી એક વખત ટ્વિટર પર હિન્દુ વિરોધી વલણ અપનાવાનો અને હિન્દુઓની ભાવનાઓને કચડી નાખવાનો આરોપ લાગ્યો છે અને તેના સામે દિલ્હી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છઠે.
જાણકારી પ્રમાણે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ટ્વિટર પર ફક્ત આવી પોસ્ટને જ નફરતભર્યા ભાષણની શ્રેણીમાં રાખવામાં આવે છે જે હિન્દુઓ દ્વારા લખવામાં આવે છે અને તે સંપૂર્ણપણે હિન્દુઓ વિરુદ્ધ પક્ષપાતનો મામલો છે. વોકફ્લિક્સ નામના ટ્વિટર એકાઉન્ટ યુઝરે આ અરજી દાખલ કરી છે.
અપ્રિય ભાષણના આરોપમાં આ એકાઉન્ટને પહેલા સસ્પેન્ડ અને બાદમાં બંધ કરવામાં આવ્યું હતું. અરજદારે આક્ષેપ કર્યો હતો કે ટ્વિટર ઔરંગઝેબ જેવા હત્યારાઓના નરસંહારને સામાન્ય બનાવવામાં મદદ કરે છે.
અરજદારે કહ્યું હતું કે , પ્રશ્ન એ છે કે શું બિનસાંપ્રદાયિક દેશમાં 80 ટકા વસ્તી હિન્દુ હોય તેવા દેશમાં પ્રતિવાદી નંબર બેએડોલ્ફ હિટલર, હેનરિક હિમલર અથવા રેઈનહાર્ડ હેડ્રીચ જેવા નિયો-નાઝીઓની પોસ્ટને મંજૂરી આપવાની હિંમત કરશે. ? જો નહીં, તો પછી હિન્દુઓ વિરુદ્ધની પોસ્ટ સાથે આવો જ વ્યવહાર કેમ કરવામાં નથી આવતો? પિટિશનમાં ભારતમાં કંપનીના કેટલાક એક્ઝિક્યુટિવ ઓફિસરની હિન્દુ વિરોધી વિચારસરણીને હિન્દુઓ સામેના પક્ષપાતને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો.
ટ્વિટર એકાઉન્ટ હોલ્ડરે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું છે કે ટ્વિટર ખુલ્લેઆમ બેવડા ધોરણો અપનાવી રહ્યું છે. તેણે આરોપ લગાવ્યો છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હિંદુ ભાવનાઓને દબાવવાની છૂટ છે, ત્યારે અન્ય સમુદાયોની ભાવનાઓનું સન્માન કરવામાં આવે છે.
હાઈકોર્ટ આજરોજ બુધવારે આ પિટિશન અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તેમના એકાઉન્ટને સસ્પેન્ડ કરવા અને દૂર કરવાને પડકારતી અન્ય અરજીઓ પર એક સાથે સુનાવણી કરવાની છે.