Homeગુજરાતીદેશ-વિદેશપીયૂષ ગોયલે અમેરિકન કંપનીઓને ભારતમાં રોકાણ વધારવા કરી અપીલ

પીયૂષ ગોયલે અમેરિકન કંપનીઓને ભારતમાં રોકાણ વધારવા કરી અપીલ

નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર 2026: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી ગોયલે કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચેના આર્થિક સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે.

અમેરિકામાં ‘નેશનલ એસોસિએશન ઓફ મેન્યુફેક્ચરર્સ’ દ્વારા આયોજિત એક રાઉન્ડટેબલ બેઠકને સંબોધતા, શ્રી ગોયલે ભારતના વિકસતા ઔદ્યોગિક આધાર અને કુશળ કાર્યબળ પર પ્રકાશ પાડ્યો.

તેમણે અમેરિકન કંપનીઓને ભારતમાં રોકાણ વધારવા, ભારતીય લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો સાથે ભાગીદારી કરવા અને આધુનિક ઉત્પાદન ક્ષેત્રે સંયુક્ત રીતે રોકાણ કરવા આહ્વાન કર્યું.

પીયૂષ ગોયલે કહ્યું કે આવા સહયોગથી મજબૂત પુરવઠા શૃંખલાઓ (સપ્લાય ચેઈન્સ)નું નિર્માણ કરવામાં અને ભારત તથા અમેરિકાની અર્થવ્યવસ્થાઓ માટે નવી તકો ઊભી કરવામાં મદદ મળશે.

વધુ વાંચો: ભારત-કતાર સંબંધોમાં આર્થિક સહકારને વેગ, સીતારમણે વેપાર અને રોકાણ વધારવા પર ભાર મૂક્યો 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular