Site icon Revoi.in

અમેરિકાના ફુલર્ટન શહેરમાં વેરહાઉસ સાથે વિમાન અથડાયું, 2ના મોત

Social Share

અમેરિકામાં આવેલા સધર્ન કેલિફોર્નિયાના ફુલર્ટન શહેરમાં એક વિમાન દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 18 લોકો ઘાયલ થયા હતા. એક નાનું વિમાન એક કોમર્શિયલ વેરહાઉસની છત સાથે અથડાયને ક્રેશ થયું છે. આ દરમિયાન આગ ફાટી નીકળી હતી. વેરહાઉસમાંથી 100 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

વેરહાઉસમાં સિલાઈ મશીન અને કપડાંનો સ્ટોક રાખવામાં આવ્યો હતો

ફુલર્ટન પોલીસ અધિકારી ક્રિસ્ટી વેલ્સે જણાવ્યું કે પોલીસને બપોરે 2:09 વાગ્યે ઓરેન્જ કાઉન્ટીના ફુલર્ટન શહેરમાં પ્લેન ક્રેશની માહિતી મળી હતી. ફાયર ફાયટર અને પોલીસે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી અને આસપાસની ઇમારતોને ખાલી કરાવી હતી. આગથી એક વેરહાઉસને નુકસાન થયું હતું. વેરહાઉસમાં સિલાઈ મશીન અને કપડાંનો સ્ટોક રાખવામાં આવ્યો હતો. ફુલર્ટન મ્યુનિસિપલ એરપોર્ટથી લગભગ અડધો માઈલ દૂર આ અકસ્માત થયો હતો.

પાઇલટે જાહેરાત કરી હતી કે તાત્કાલિક લેન્ડિંગની જરૂર છે

ક્રેશ થયેલા એરક્રાફ્ટની ઓળખ સિંગલ એન્જિન વાન પ્રકાર RV-10 તરીકે કરવામાં આવી છે. ફ્લાઇટ ટ્રેકર ફ્લાઇટ અવેરના ડેટા દર્શાવે છે કે પ્લેન બપોરે 2:07 વાગ્યે નાના એરપોર્ટથી નીકળી રહ્યું હતું. એર ટ્રાફિક કંટ્રોલ ટાવરના ઓડિયો અનુસાર, વિમાને ફુલર્ટન એરપોર્ટ પરથી હમણાં જ ઉડાન ભરી હતી. જ્યારે પાઇલટે જાહેરાત કરી હતી કે તાત્કાલિક લેન્ડિંગની જરૂર છે. ઓડિયોમાં પાયલોટ શરૂઆતમાં કહે છે કે તે રનવે 6 પર લેન્ડ કરવા જઈ રહ્યો છે. આ કારણે એર ટ્રાફિક કંટ્રોલરે અન્ય એરક્રાફ્ટને તે વિસ્તારથી દૂર જવાનું કહ્યું હતું. એર ટ્રાફિક કંટ્રોલર પછી પાઇલટને કહે છે કે રનવે 6 અથવા 24 લેન્ડિંગ માટે ખાલી જોવા મળે છે. પરંતુ તેના પછી તેનો સંપર્ક થઈ શકે તેમ નહતો.

Exit mobile version