જી 20ને લઈને વિદેશથી આવેલા મહેમાનોને અપાશે PM સ્તરની સુરક્ષા -ખાલિસ્થાન સમર્થકો દ્રારા હુમલાની શંકા
- વિદેશથી આવેલા મહેમાનોને પ્રધાનમંત્રીની જેમ સુરક્ષા અપાશે
- ખાલિસ્તાી સમર્થકો હુમલો કરી શકે તેવી શંકાઓ
દિલ્હીઃ ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સ્થિતિમાં અનેક વિદેશના મંત્રીઓ ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે આ મંત્રીઓ પર ખાલિસ્તાનના સમર્થકો દ્રારા હુમલો કરવાની શંકાઓ જોવા મળી રહી છે જેને લઈને કેન્દ્રની સરકાર કોઈ જ ચૂંક કરવા માંગતી નથી એટલે વિદેશથી આવેલા મહેમાનોને કડક સુરક્ષા પ્રદાન કરશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતની ઈમેજને ખરાબ કરવા ખાલિસ્તાન સમર્થકો વિદેશી મહેમાનોના કાફલા પર આતંકવાદી હુમલાનો પ્રયાસ કરી પણ શકે છે. ગુપ્તચર વિભાગે આ અંગે ગૃહ મંત્રાલયને જાણ કરી છે.
આ સાથે જ મંત્રાલયે ઉચ્ચ સ્તરીય બેઠક બાદ મંગળવારે સાંજે જ એલર્ટ જારી કર્યું હતું. વિદેશી મહેમાનોને હવે દિલ્હીમાં વડાપ્રધાન સ્તરની સુરક્ષા આપવામાં આવશે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જે મહેમાનોની પાસે ખાસ ઈનપુટ હશે તેમને આઈજીઆઈ એરપોર્ટથી નાના પ્લેન દ્વારા સફદરજંગ એરપોર્ટ પર લાવવામાં આવશે. અહીંથી હોટલને ભારે સુરક્ષા હેઠળ લઈ જવામાં આવશે.
આ સહીત એરપોર્ટથી હોટલ સુધી સતત ત્રણ દિવસ મોટી સંખ્યામાં પોલીસ જવાન 24 કલાક તૈનાત રહેશે. 100-100 મીટરના અંતરે 20થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના ટ્રેઇની જવાનોને પણ સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે. તેની ટ્રેનિંગ હાલ પુરતી બંધ કરી દેવામાં આવી છે.આ જવાનોને વિદેશમંત્રીઓની સુરક્ષામાં લગાવાયા છે.
ઉલ્લેખનીય છએ કે G-20 બેઠકનો હિસ્સો બનવા માટે ઘણા દેશોના મંત્રીઓ નેતાઓ દિલ્હી આવી પહોંચ્યા છે. પંજાબના અજનાલા પોલીસ સ્ટેશન પર થયેલા હુમલા અને બે મહિના પહેલા દિલ્હીમાં લગાવવામાં આવેલા ખાલિસ્તાન તરફી પોસ્ટરને ધ્યાનમાં રાખીને, મંત્રાલય તકેદારી રાખી રહ્યું છે.