
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમના સમાપન સમારોહને સંબોધન કર્યું.
સભાને સંબોધન કરતા વડાપ્રધાન એ હકીકત તરફ ધ્યાન દોર્યું હતું કે મહેમાનનું આયોજન કરવું એ એક વિશેષ અનુભવ છે પરંતુ દાયકાઓ પછી સ્વદેશ પાછા ફરવાનો અનુભવ અને આનંદ અજોડ છે. તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્રના લોકોએ તમિલનાડુના મિત્રો માટે રેડ કાર્પેટ બિછાવી છે જેઓ એ જ ઉત્સાહ સાથે રાજ્યની મુલાકાતે છે.
વડાપ્રધાને યાદ કર્યું કે મુખ્યમંત્રી તરીકે તેમણે 2010માં મદુરાઈમાં સૌરાષ્ટ્રના 50,000થી વધુ સહભાગીઓ સાથે સમાન સૌરાષ્ટ્ર તમિલ સંગમનું આયોજન કર્યું હતું. વડાપ્રધાનએ સૌરાષ્ટ્રમાં આવેલા તમિલનાડુના મહેમાનોમાં સમાન સ્નેહ અને ઉત્સાહની નોંધ લીધી હતી. મહેમાનો પ્રવાસનમાં વ્યસ્ત છે અને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે તેની નોંધ લેતા વડાપ્રધાનએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ભૂતકાળની અમૂલ્ય સ્મૃતિઓ, વર્તમાન પ્રત્યેની લાગણી અને અનુભવો અને ભવિષ્ય માટેના સંકલ્પો અને પ્રેરણાઓ તમિલ સંગમમાં જોઈ શકાય છે. તેમણે આજના પ્રસંગ માટે સૌરાષ્ટ્ર અને તમિલનાડુના દરેકને અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાનએ કહ્યું કે ભારતની આઝાદીના અમૃતકાળમાં આપણે સૌરાષ્ટ્ર તમિલ સંગમમ જેવા મહત્વના સાંસ્કૃતિક કાર્યક્રમોના સાક્ષી છીએ જે માત્ર તમિલનાડુ અને સૌરાષ્ટ્રનો સંગમ નથી પરંતુ દેવી મીનાક્ષીના રૂપમાં શક્તિની ઉપાસનાનો અને દેવી પાર્વતીનો તહેવાર પણ છે. ઉપરાંત, આ ભગવાન સોમનાથ અને ભગવાન રામનાથના રૂપમાં શિવના આત્માનો તહેવાર છે. એ જ રીતે, તે સુંદરેશ્વર અને નાગેશ્વરની ભૂમિનો સંગમ છે, આ શ્રી કૃષ્ણ અને શ્રી રંગનાથનો, નર્મદા અને વાગઈ, દાંડિયા અને કોલથમનો સંગમ છે અને દ્વારકા અને પુરી જેવા પુરીઓની પવિત્ર પરંપરાનો સંગમ છે, એમ તેમણે જણાવ્યું હતું. “તમિલ સૌરાષ્ટ્ર સંગમ એ સરદાર પટેલ અને સુબ્રમણિયા ભારતીના દેશભક્તિના સંકલ્પનો સંગમ છે. આપણે રાષ્ટ્રનિર્માણના માર્ગ પર આ વારસા સાથે આગળ વધવું પડશે,” એમ વડાપ્રધાનએ ઉમેર્યું હતું.
“ભારત એક એવો દેશ છે જે તેની વિવિધતાને વિશિષ્ટતા તરીકે જુએ છે”, વડાપ્રધાનએ સમગ્ર દેશમાં ઉજવવામાં આવતી વિવિધ ભાષાઓ અને બોલીઓ, કલાના સ્વરૂપો અને શૈલીઓનો ઉલ્લેખ કરતા કહ્યું. વડાપ્રધાનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત તેની માન્યતા અને આધ્યાત્મિકતામાં વિવિધતા શોધે છે અને ભગવાન શિવ અને ભગવાન બ્રહ્માની પૂજા કરવાનું અને આપણી પોતાની વિવિધ રીતે જમીનની પવિત્ર નદીઓ તરફ માથું નમાવવાનું ઉદાહરણ આપ્યું. વડાપ્રધાને વધુમાં કહ્યું કે આ વિવિધતા આપણને વિભાજિત કરતી નથી પરંતુ આપણા સંબંધો અને સહકારને મજબૂત બનાવે છે. તેમણે રેખાંકિત કર્યું કે જ્યારે વિવિધ પ્રવાહો એક સાથે આવે છે ત્યારે એક સંગમ સર્જાય છે અને કહ્યું કે ભારત સદીઓથી કુંભ જેવી ઘટનાઓમાં નદીઓના સંગમથી લઈને વિચારોના સંગમની કલ્પનાને પોષતું આવ્યું છે. “આ સંગમની શક્તિ છે જેને સૌરાષ્ટ્ર તમિલ સંગમ આજે નવા સ્વરૂપમાં આગળ લઈ જઈ રહ્યું છે”, એવી વડાપ્રધાનએ ટિપ્પણી કરી. સરદાર પટેલ સાહેબના આશીર્વાદથી આવા મહાન ઉત્સવોના રૂપમાં દેશની એકતા આકાર લઈ રહી છે તેવું તેમણે જણાવ્યું હતું. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે તે લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાની પરિપૂર્ણતા છે જેમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું અને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું સ્વપ્ન જોયું હતું.
વડાપ્રધાને વારસામાં ગૌરવના ‘પંચ પ્રાણ’ને યાદ કરીને કહ્યું હતું કે, “આપણા વારસાનું ગૌરવ ત્યારે વધશે જ્યારે આપણે તેને જાણીશું, ગુલામીની માનસિકતામાંથી મુક્ત થઈને પોતાને જાણવાનો પ્રયત્ન કરીશું.” કાશી તમિલ સંગમમ અને સૌરાષ્ટ્ર તમિલ સંગમમ જેવી ઘટનાઓ આ દિશામાં અસરકારક ચળવળ બની રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે ગુજરાત અને તમિલનાડુ વચ્ચેના ઊંડા જોડાણની અવગણના પર ટિપ્પણી કરી. વડાપ્રધાનએ નોંધ્યું હતું કે “પૌરાણિક સમયથી આ બંને રાજ્યો વચ્ચે ઊંડો સંબંધ રહ્યો છે. પશ્ચિમ અને દક્ષિણના સૌરાષ્ટ્ર અને તમિલનાડુનું આ સાંસ્કૃતિક સંમિશ્રણ એ પ્રવાહ છે જે હજારો વર્ષોથી ગતિમાં છે.”
2047ના ધ્યેય, ગુલામીના પડકારો અને 7 દાયકાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ વિચલિત અને વિનાશક શક્તિઓ સામે ચેતવણી આપી હતી. “ભારત પાસે સૌથી મુશ્કેલ સંજોગોમાં પણ નવીનતા લાવવાની શક્તિ છે, સૌરાષ્ટ્ર અને તમિલનાડુનો સહિયારો ઇતિહાસ અમને આની ખાતરી આપે છે”, એમ તેમણે કહ્યું. વડાપ્રધાનએ સોમનાથ પરના હુમલા અને પરિણામે તમિલનાડુમાં હિજરતને યાદ કરી અને કહ્યું કે દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં જતા લોકો ક્યારેય નવી ભાષા, લોકો અને પર્યાવરણની ચિંતા કરતા નથી. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો તેમની આસ્થા અને ઓળખને બચાવવા માટે તમિલનાડુમાં સ્થળાંતર કર્યું અને તમિલનાડુના લોકોએ ખુલ્લા હાથે તેમનું સ્વાગત કર્યું હતું, અને તેમને નવા જીવન માટે તમામ સુવિધાઓ આપી હતી. “એક ભારત, શ્રેષ્ઠ ભારત”નું આનાથી મોટું અને ઉંચુ ઉદાહરણ શું હોઈ શકે?”, એમ વડાપ્રધાનએ કહ્યું હતું.
મહાન સંત તિરુવલ્લવરને ટાંકીને વડાપ્રધાને કહ્યું કે સુખ, સમૃદ્ધિ અને ભાગ્ય તે લોકો માટે આવે છે જેઓ પોતાના ઘરમાં અન્ય લોકોનું ઉમળકાભેર સ્વાગત કરે છે અને સંવાદિતા અને સાંસ્કૃતિક અથડામણથી દૂર રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. “આપણે સંઘર્ષોને આગળ લઈ જવાની જરૂર નથી, આપણે સંગમ અને સમાગમોને આગળ લઈ જવાના છે. આપણે મતભેદો શોધવા માંગતા નથી, આપણે ભાવનાત્મક જોડાણ કરવા માગીએ છીએ”, એમ વડાપ્રધાનએ તમિલનાડુના લોકોનો ઉલ્લેખ કરતા કહ્યું કે જેમણે તમિલનાડુમાં સ્થાયી થવા માટે સૌરાષ્ટ્ર મૂળના લોકોને આવકાર્યા હતા. તેમણે કહ્યું કે ભારતની અમર પરંપરા જે દરેકને સર્વસમાવેશકતા સાથે લઈને આગળ વધે છે તે તમિલ સંસ્કૃતિને અપનાવનારાઓએ દર્શાવી છે પરંતુ સાથે સાથે સૌરાષ્ટ્રની ભાષા, ભોજન અને રીતરિવાજોને પણ યાદ કર્યા છે. વડાપ્રધાનએ આનંદ વ્યક્ત કર્યો કે આપણા પૂર્વજોના યોગદાનને ફરજની ભાવના સાથે આગળ વધારવામાં આવી રહ્યા છે. સંબોધન સમાપ્ત કરતાં, વડાપ્રધાનએ દરેકને વિનંતી કરી કે તેઓ સ્થાનિક સ્તરની જેમ દેશના વિવિધ ભાગોમાંથી લોકોને આમંત્રિત કરે અને તેમને ભારતમાં જીવવાની અને શ્વાસ લેવાની તક આપે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ આ દિશામાં ઐતિહાસિક પહેલ સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.