
પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ એ દેશવાસીઓને ભાઈબીજની શુભકામના પાઠવી
- નરેન્દ્ર મોદીએ ભાઈ બીજની શુભેચ્છાઓ પાઠવી
- ગૃહમંત્રી શાહે પણ પાઠવી શુભેચ્છાઓ
દિલ્હીઃ- દેશભરમાં આજે ભાઈબીજનો પ્રવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને આજના પર્વની શુભેચ્છાઓ પાઠવી છે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન દેશના દરેક તહેવાર અને તહેવાર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવવાનું ભૂલતા નથી.
भाई-बहन के अपार स्नेह और अटूट विश्वास के प्रतीक-पर्व भाई दूज की आप सभी को बहुत-बहुत शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) October 27, 2022
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ ગુરુવારે તમામ દેશવાસીઓને ભાઈ-બહેન વચ્ચેના અતૂટ સ્નેહના તહેવાર ભાઈ બીજના અવસર પર શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કર્યું, “તમને બધાને ભાઈ બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ – ભાઈ અને બહેનના અપાર સ્નેહ અને અતૂટ વિશ્વાસનું પ્રતીક છે.”
भाई-बहन के अटूट प्रेम व विश्वास के प्रतीक भाई दूज की अनेक शुभकामनाएँ। pic.twitter.com/EixyXCPr19
— Amit Shah (@AmitShah) October 27, 2022
ગૃહમંત્રી અમિત શાહે પણ આજના પર્વની શુભેચ્છાઓ પાઠવતા ટ્વિટ પર વીડિયો પણ શેર કર્યો અને તેમણે લખ્યું છે કે, “ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ અને વિશ્વાસના પ્રતીક ભાઈ બીજ પર ઘણી શુભેચ્છાઓ”
રક્ષાબંધન પછી ‘ભાઈ બીજ’ એવો બીજો તહેવાર છે, જે ભાઈ અને બહેન વચ્ચેના સ્નેહને સમર્પિત છે. ભાઈ અને બહેન વચ્ચેના સ્નેહના બંધનનો તહેવાર ભાઈ દૂજ દેશભરમાં ખૂબ જ આદર અને પરસ્પર પ્રેમ સાથે ઉજવવામાં આવે છે. આ દિવાળીના બરાબર 2 દિવસ પછી ઉજવવામાં આવે છે.