1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે ઈદ-ઉલ-અદાની શુભેચ્છાઓ પાઠવી
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે ઈદ-ઉલ-અદાની શુભેચ્છાઓ પાઠવી

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે ઈદ-ઉલ-અદાની શુભેચ્છાઓ પાઠવી

0
Social Share
  • દેશભરમાં આજે બકરી ઈદનો તહેવાર મનાવાઈ રહ્યો છે
  • વાપ્રધાન મોદીએ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવી
  • રાષ્ટ્રપતિ કોવિંદે પણ આપી બધાઈ

દિલ્હીઃ- આજે મુસ્લિમ બિરાદરોનો મહિનો જીલહજનો 10મો ચાંદ છે,આજના દિવસને હજના 10 દિવસ પુરા થાય છે અને સમગ્ર વિશઅવમાં આ 10માં ચાંદે બકરી ઈદ એટલે કે ઈદ ઉલ અદાનો તહેવાર મનાવમાં આવે છે, આજે દેશભરમાં નુસ્લિમ બિરાદરો આ તહેવાર ઉત્સાહભેર ઉજવી રહ્યા છે.

પીએમ મોદીએ દેશવાસીઓને બકરી ઈદની શુભેચ્છાો પાઠવી

આજના આ ખાસ દિવસે દેશના પ્રધાનમંત્રી વનરેન્દ્ર મોદીએ  દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે આ તહેવાર આપણને માનવતાની સુધારણા માટે પ્રેરણા આપે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું, “ઈદ મુબારક! ઈદ-ઉલ-અઝહાની શુભકામનાઓ. આ ઉત્સવ આપણને માનવજાતના ભલા માટે સામૂહિક સુખાકારી અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારવા માટે કામ કરવાની પ્રેરણા આપે.”.”

આ સાથએ જ   રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દેશવાસીઓને બકરીદની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, આ તહેવાર બલિદાન અને માનવ સેવાનું પ્રતિક છે. ચાલો આપણે આ અવસરને માનવજાતની સેવામાં સમર્પિત કરીએ અને દેશની સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે કામ કરીએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code