
- પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડેન જાપાન ખાતે મળશે
- બન્ને નેતાઓ કરશે મુલાકાત
- વ્હાઈટ હાઉસે આપી જાણકારી
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી આ વર્ષની શરુઆતમાં વિદેશના અનેક દેશઓની મુલાકાત કરવાની યોજના ધરાવે છે તેવી સ્થિતિમાં તેઓ જાપાન પણ જવાના છે ,આ મામલે વ્હાઈટ હાઉસે માહિતી આપી છે.જાપાનમાં ખાતે પીએમ મોદી સાથે અમેરિકી રાષ્ટ્રપતિ પણ મુલાકાત કરશે.
પ્રાપ્ત જાણકારી પ્રિરમાણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન આવતા મહિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જઈ રહ્યા છે. યુએસ પ્રમુખ જો બાઈડેન આવતા મહિને દક્ષિણ કોરિયા અને જાપાનની યાત્રા કરશે અને ટોક્યોમાં ક્વાડ સમિટમાં ભાગ લેશે, આ દરમિયાન તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિની દક્ષિણ કોરિયા અને જાપાનની આ મુલાકાત 20 થી 24 મે દરમિયાન યોજાવાની છે.ત્યારે પીએમ મોદીને તેઓ મળશે,આ મામલે વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ બુધવારે જણાવ્યું હતું કે, “આ મુલાકાત મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે બિડેન-હેરિસ વહીવટીતંત્રની નક્કર પ્રતિબદ્ધતાને આગળ વધારશે.” બાઈડેન દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ અને જાપાનના વડા પ્રધાન કિશિદા ફ્યુમિયો સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરવાની યોજના ધરાવે છે.
પ્રેસ સચિવ જેન સાકીએ વધુમાં જણાવ્યું હતું કે નેતાઓ અમારા મહત્વપૂર્ણ સુરક્ષા સંબંધોને વધુ ગાઢ બનાવવા, આર્થિક સંબંધોને વધારવા અને વ્યવહારિક પરિણામો આપવા માટે અમારા ગાઢ સહકારને વિસ્તારવા માટેની તકો પર ચર્ચા કરશે. ટોક્યોમાં, રાષ્ટ્રપતિ જો બિડેન ઓસ્ટ્રેલિયા, જાપાન, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સના ક્વાડ જૂથના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે.